ગ્વાલિયરથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જે જોઈ તમે પણ ચોંકી જશો.વીડિયોમાં એક મહિલા તેની સાસુમાના વાળ ખેંચી માર મારતી જોવા મળે છે,જ્યારે તેનો પતિ તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.સાસુને વૃદ્ધાશ્રમમાં મુકવાને લઇને સર્જાયેલો વિવાદ પોલીસ સ્ટેશન અને અધિકારીઓની ઓફિસ સુધી પહોંચી ગયો છે.
આ ઘટના ગ્વાલિયરની આદર્શ કોલોનીનો છે.અહી એક પરિવારમાં વિશાલ બત્રા કે જે કારના સ્પેરપાર્ટ્સની દુકાન ચલાવે છે.તે તેની 70 વર્ષની માતા સરલા બત્રા સાથે રહે છે.વિશાલની પત્ની નીલિકા ઘણા સમયથી તેના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે દબાણ કરી રહી હતી,પરંતુ વિશાલ તેના માટે તૈયાર નહોતો.પછી 1 એપ્રિલના રોજ બપોરના સુમારે તેની પત્ની નીલિકાએ તેના પિતા અને ભાઈને ઘરે બોલાવ્યા.આ બાબતે તેમના ઘરમાં વિવાદ સર્જાયો.સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે સુરેન્દ્ર કોહલી કોઈ પણ વાતચીત કર્યા વિના સીધા વિશાલને થપ્પડ મારે છે.એકબીજા સાથે મારામારી થાય છે,ત્યારે તેની સાથે આવેલા કેટલાક અન્ય લોકો પણ ઘરમાં ઘૂસી જાય છે અને તેને ખરાબ રીતે માર મારવાનું શરૂ કરે છે.
આ અંગે સરલા બત્રાએ જણાવ્યું કે હુમલાખોરો વિશાલને ઘરની બહાર ખેંચી ગયા અને તેને માર મારવાનું ચાલુ રાખ્યું. તેની આંખમાં ગંભીર ઈજા થઈ છે.પરિવારનું કહેવું છે કે જ્યારે તેઓ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે શરૂઆતમાં કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો.બાદમાં FIR દાખલ કરવામાં આવી. પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારે આ પરિવાર ન્યાય માટે અપીલ કરી રહ્યું છે. આ પછી ડીએસપી વિશાલ બત્રાએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
Gwalior, Madhya Pradesh: An incident occurred in Adarsh Colony, where a video of a daughter-in-law, along with her brother, assaulting her mother-in-law and husband went viral. pic.twitter.com/BmhTQZllPr
— IANS (@ians_india) April 4, 2025
