વડોદરાની યુવતી પર જંબુસરના બીજા ધર્મના યુવકે આચર્યું દુષ્કર્મ, આરોપ છે કે ફસાવી લવ જેહાદમાં- 22 લાખમાં દુબઇમા વેચવાનો…

ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના મામલા સામે આવે છે ત્યારે હાલમાં વડોદરાની યુવતીને લવ જેહાદમાં ફસાવી દુબઈમાં 22 લાખ રૂપિયામાં વેચી મારવાનો કારસો કરાયો હોવાનું સામે આવ્યુ છે. આરોપ છે કે ભરૂચના યુવકે પોતાની ઓફિસમાં નોકરી કરતી યુવતીને ફસાવી અને તેને માર મારી તેમજ ધમકાવી વારંવાર દુષ્કર્મ આચર્યું. યુવતીએ જણાવ્યું કે, યુવક તેને દુબઈ લઈ જઇ વેચી મારવાનો હતો. જો કે, હાલમાં આરોપીને પોલીસે પકડી પાડ્યો છે અને કોર્ટમાં રજૂ કર્યો છે.

આરોપીના પોલિસને એક દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા. 23 વર્ષીય યુવતી કે જે ભાયલી રોડ ખાતે રહે છે તેણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, વર્ષ 2023માં તેણે એક ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં નોકરીમાં જોડાઈ હતી. કંપનીનો માલિક ભરૂચ જંબુસરના ડાભા ગામનો હતો, જેની ઉંમર 25 વર્ષ છે.

આરોપી જુલાઈ 2023માં યુવતિને સયાજીગંજ રેલ્વે સ્ટેશન પાસે બર્ગરકિંગમાં નાસ્તો કરવા લઈ ગયો અને વાતચીતમાં ફોટો પાડી લીધા. આ પછી જ્યારે યુવતિએ પૂછ્યુ તે ફોટો કેમ લીધા તો તેણે કહ્યુ તુ મને બહું ગમે છે એટલે ફોટો પાડયા. આ પછી જ્યારે ઓગસ્ટ 2023માં યુવતિ ઓફિસ આવી ત્યારે ઓફિસે કોઈ ન હોવાથી યુવકે તેને કેબીનમાં બોલાવી જબરજસ્તી દુષ્કર્મ આચર્યું અને કહ્યું કે કોઈને આની જાણ કરીશ તો તારો વીડિયો વાઈરલ કરી દઈશ અને તને બદનામ કરીશ.

આ પછી નવેમ્બર 2023માં યુવક તેને ધમકાવી કુબેર ભવન ખાતે લઈ ગયો અને ત્યાં ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લગ્નની નોંધણી કરાવી. લગ્ન માટે યુવતિએ ના પાડી હોવા છત્તાં તેણે ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લગ્નના ફોર્મ પર સહી કરાવી. જો કે, આ પછી યુવકના ઈરાદા સારા ન હોવાનું જણાતા યુવતિએ તેના માતા-પિતાને વાત કરી અને લગ્ન નોંધણી કેન્સલ કરાવી. વધુમાં યુવતીએ ફરિયાદમાં કહ્યું કે, ઓક્ટોબર 2023માં જ્યારે તે ઓફિસમાં હતી ત્યારે ફરી ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ઓફિસ નીચે આવેલા પાર્કિંગમાં બોલાવી અને ડરાવી-ધમકાવી દુષ્કર્મ આચર્યું.

આરોપી યુવતીને નોકરી પણ છોડવા નહોતો દેતો અને ધમકાવતો કે, તું નોકરી છોડીશ કે અન્ય કોઈને વાત કરીશ તો તારા ફોટો વાઈરલ કરી દઈશ. જો કે, કોઇ ત્રાહિત વ્યક્તિએ યુવક સાથેના ફોટો યુવતીના પિતાને મોકલી દીધા હતા. આ ઉપરાંત યુવતીએ વધુમાં તેની ફરિયાદમાં કહ્યું કે, જ્યારે ઓગસ્ટ 2023માં યુવકે તેને કેબીનમાં બોલાવી કહ્યુ, આજે બધાને રજા આપી દીધી છે. આ પછી તેણે પ્રપોઝ કર્યુ. જો કે, યુવતિએ ત્યારે કહ્યુ હતુ કે મારે કોઈ પ્રેમ કરવો નથી. ઘરે જવું છે, ઘરે જવું છે. ત્યારે પણ યુવકે યુવતિ સાથે જબરજસ્તી કરી હતી.

Source: DivyaBhaskar

Previous Article

શિમલા-મંડી-કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે 7 લોકોના મોત, 50 લાપતા, લાહૌલ સ્પીતિમાં ભૂકંપના ઝટકા...હિમાચલમાં કુદરતનો કહેર- જુઓ લેટેસ્ટ તસવીરો

Next Article

કન્યા રાશિમાં શુક્ર અને કેતુનું થશે મિલન, આ રાશિના જાતકો સાથે થઇ જશે લાઈફમાં મોટા મોટા ફેરફાર

error: Protected Content!
Exit mobile version