અમદાવાદ : રશિયન યુવતીઓએ કર્યો તાયફો, પોલીસ સાથે ઝઘડો કરી મારી લાતો- જુઓ તસવીરો

ગુજરાતની CID ક્રાઇમે 30 જુલાઈએ રાત્રે 35 જગ્યાએ રેડ કરી હતી, જેમાં અમદાવાદની અને ગાંધીનગરની મોંઘી હોટલો સામેલ છે. કેટલીક હોટલોમાં તો એક સાથે CID ક્રાઈમની 35 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ રેડમાં જોડાઈ હતી અને સેક્સ રેકેટના પર્દાફાશ કર્યો હતો. જણાવી દઇએ કે, ખાસ વિદેશી યુવતીઓ અને ટ્રાન્સજેન્ડરને પકડવામાં આવ્યા હતા.

આ રેકેટના તાર શોધવા CID ક્રાઇમ તપાસ કરી રહી હતી અને તે સંદર્ભે ગુરુવારે રાત્રે વસ્ત્રાપુરમાં આવેલ શૈલી હોટલમાં જઈ તપાસ કરતા ત્યાં બે રશિયન યુવતી મળી આવી હતી.આ મામલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તેમજ પાસપોર્ટ જોવા CIDની ટીમ પહોંચી ત્યારે આ રશિયન યુવતીઓએ તાયફો કર્યો અને પોલીસ સાથે ઝઘડો કરી લાતો પણ મારી.

ચોંકાવનારી વાત તો એ હતી કે આ મામલે ત્યાં જે CID ક્રાઈમની ટીમ પહોંચી હતી તેમને મદદ માટે વધુ મહિલા પોલીસની જરૂર પડી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી વધુ મહિલા ફોર્સને બોલાવવામાં આવી હતી. આ મામલે સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીએ જણાવ્યું કે પીઆઇ રાઠોડ અને તેમની ટીમ પર હુમલો થયો છે જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.

CID ક્રાઇમની ટીમમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પુરુષ કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ હતા, જેઓ હોટલ પર પહોંચ્યા ત્યારે પોલીસે હોટલના રૂમ પર જઈને યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી. જો કે, ત્યારે યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી લીધો.આ યુવતીને બહાર લાવવા માટે પરિચિતને બોલાવવામાં આવ્યા.

જો કે થોડા સમય પછી આ યુવતીઓ જોર જોરથી બૂમો પાડતી લોબીમાં આવી અને પોલીસ સાથે ઝઘડો કરવા લાગી. એટલું જ નગિ પિંક ડ્રેસમાં રહેલી યુવતીએ બ્લૂ શર્ટ પહેરેલા પોલીસ કર્મી સામે હાથ પણ ઉગામ્યો હતો. આ દરમિયાન તેણે કહ્યુ- મને લાફો કેમ માર્યો ? મારી આંખ જુઓ. પોલીસને લાતો મારી ઈજા પહોંચાડવાનો પણ યુવતિએ પ્રયાસ કર્યો હતો. જો કે, આ સમયે પુરુષ અધિકારી હોવાથી વસ્ત્રાપુર પોલીસે વધુ મહિલા ફોર્સને મોકલીને આ બંને યુવતીને જેમ તેમ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સીઆઈડી ક્રાઇમે 31 જુલાઈના રોજ જે રેડ કરી હતી તેમાં હોટલોમાંથી વિદેશી યુવતીઓ મળી આવી, જેને અનૈતિક કામ માટે સ્પામાં સંતાડવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે કેટલીક હોટલમાં દારૂ, યુવતીઓ અને ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા. આ સમગ્ર રેડ દરમિયાન CID ક્રાઇમે કુલ 22 જેટલા ગુના નોંધ્યા અને 42 લોકોની અટકાયત કરી.

Previous Article

ટિકિટ કલેક્ટરથી લઇને ઓલંપિકમાં બ્રોન્ઝ મેડલ સુધીની સફર...જાણો કોણ છે ઇતિહાસ રચવાવાળો સ્વપ્નિલ કુસાલે

Next Article

વાલીઓને ચેતવતો કિસ્સો ! સુરતમાં 10 વર્ષના બાળકે ટૂંકાવ્યું જીવન- પરિવારે ગુમાવ્યો વ્હાલસોયો

error: Protected Content!
Exit mobile version