ઉર્ફી જાવેદના નવા અવતારે મચાવી ધમાલ, ‘સતી’ થી પ્રેરિત ગોલ્ડન ચક્ર ડ્રેસ પહેરી જીત્યુ દિલ; જુઓ વીડિયો

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અનોખી અને વિચિત્ર ફેશન સેન્સ માટે જાણીતી છે. દર વખતે તે પોતાની ડ્રેસિંગ સ્ટાઈલથી લોકોને સરપ્રાઈઝ કરી દે છે, પરંતુ આ વખતે તેણે જે લુક અપનાવ્યો છે તેણે બધાને ન માત્ર ચોંકાવી દીધા છે, પરંતુ તેની ફેશનના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. સામાન્ય રીતે ઉર્ફી તેના એક્સપરીમેન્ટલી આઉટફિટ્સને કારણે ટ્રોલ થાય છે, પરંતુ આ વખતે વાત કંઇક અલગ છે.

તેના નવા અવતારને જોઈને લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. ઉર્ફી હાલમાં જ ‘સતી’થી પ્રેરિત ગોલ્ડન ચક્ર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ ડ્રેસને ફેમસ ફેશન ડિઝાઈનર અખિલેશ ગુપ્તાએ ડિઝાઈન કર્યો છે, જેમણે આ અનોખા કોન્સેપ્ટને ખૂબ જ સુંદર રીતે વર્ણવતા ઉર્ફીએ લખ્યું, આ ડ્રેસ ‘સતી’થી પ્રેરિત છે. તે સ્ત્રીના શરીરની આસપાસ સળગતી અગ્નિની પ્રતીકાત્મક આકૃતિ દર્શાવે છે.

અખિલેશ ગુપ્તાએ ‘મહિલા શક્તિ’ને શાનદાર રીતે દર્શાવી છે. એક મહિલા દરેક પડકારને સુંદર રીતે પાર કરી શકે છે. ડ્રેસની આસપાસ ફરતા તત્વો આગની નિશાની છે. તેને ‘ગોલ્ડન ચક્ર’ કહેવામાં આવે છે. તેની ચારે બાજુ ફરતું સોનેરી માળખું સ્થાપિત કરવામાં આવ્યું છે, જે અગ્નિનું પ્રતીક છે. તે મહિલાઓના સંઘર્ષ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

આ ડ્રેસ દ્વારા સમાજની રૂઢિઓ અને બંધનોને તોડીને મહિલા આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે કેવી રીતે આગળ વધી શકે છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉર્ફીની વાત કરીએ તો તે ક્યારેક પોલીથીન તો ક્યારેક ન્યૂઝપેપર તો ક્યારેક મોતી અને અલગ અલગ ડ્રેસ પહેરીને હેડલાઇન્સમાં રહે છે. તેના ડિઝાઈન કરેલા કપડા અવાર નવાર ચર્ચાનો વિષય બને છે.

ઉર્ફીનો આ ગોલ્ડન ચક્ર વાળો ડ્રેસ જોઇ ચાહકો તેની તારીફ કરતા થાકતા નથી. ઉર્ફી જાવેદની વાત કરીએ તો તેણે પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી. જો કે, અભિનેત્રીને જે ઓળખ મળવી જોઈએ તે મળી નહિ, જો કે તેણે સોશિયલ મીડિયાને પોતાનું પ્લેટફોર્મ બનાવ્યું અને પોતાની અનોખી ફેશન સેન્સ દ્વારા લાઈમલાઈટમાં આવી. આજે ઉર્ફી એક ફેશન આઇકોન બની ગઈ છે.

Previous Article

અંબાણી પરિવારની નાની વહુએ બોલિવુડના ગીતો પર લગાવ્યા ઠુમકા- આઇવરી લહેંગામાં બ્રાઇડ્સમેડ લુકથી ખેંચ્યુ ધ્યાન- જુઓ વીડિયો

Next Article

"ભૂત જોવું છે? તો ટેસ્લા ખરીદી લો": કબ્રસ્તાન બહાર ટેસ્લાના સેંસરે કંઈક ડિટેક્ટ કર્યુ એવું કે વાયરલ વીડિયો જોઇ આઘાતમાં લોકો

error: Protected Content!
Exit mobile version