આપણે અનેકવાર જોતાં હોઈએ છીએ ઘણીવાર અમુક ગર્લ્સ હમેશા સોલો ટ્રાવેલ કરતી હોય છે, એકલા જ અજાણી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરતી હોય છે, હોટલમાં પણ રોકાય છે. તેમાં કંઈ ખોટી વાત નથી પરંતુ પરંતુ છોકરીઓએ પોતાના આ યાત્રા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આવું અમે કેમ કહી રહ્યા છે. આ વીડીયો પરથી તમને અંદાજ આવી જ જશે.
છોકરીઓ હંમેશા સોલો ટ્રાવેલ કરતી હોય છે. એકલી છોકરીઓને જોઈને અસામાજિક તત્વો બેફામ બની જાય છે અને તેનો પીછો કરવા લાગે છે. અથવા તો તેને હેરાન પરેશાન કરવાની અલગ અલગ રીત શોધવા લાગે છે. આવું જ કંઈક બન્યું એક છોકરી સાથે, જે જાપાનની એક હોટલમાં રોકાઈ હતી. આ દરમિયાન તેના પલંગની નીચેથી વિચિત્ર અવાજ આવવા લાગ્યો. જ્યારે તેણે પલંગની નીચે જોયું તો, બે આંખો દેખાઈ જેને જોઈને તે ગભરાઈ ગઈ.
જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ યુઝર નેટલિસી (@natalisi_taksisi) થાઈલેન્ડની સોલો ટ્રાવેલર છે, જે તાજેતરમાં જાપાન પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન તેની સાથે એક એવી ઘટના બની કે તે ખૂબ જ ડરી ગઈ. નેટલિસીએ એક વીડિયો બનાવીને આ ઘટનાની જાણકારી આપી. તેમણે કહ્યું કે તે એક હોટલમાં 3 દિવસ માટે રોકાઈ હતી. હોટલના બેડ નીચેથી અજીબ અવાજ આવ્યો, તપાસ કરી તો નીચે એક શખ્સ બે આંખો દેખાઈ, તો તે ખૂબ જ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી. ત્યારબાદ, નીચે છુપાયેલો શખ્સ બહાર આવ્યો અને થોડા સમય માટે નેટલિસીને ઘૂરતો રહ્યો. પછી તે પણ ચીસો પાડવા લાગ્યો અને ત્યાંથી ભાગી ગયો.
તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી, હોટલના સ્ટાફ પાસે કોઈ જવાબ નહોતો કે તે વ્યક્તિ કોણ હતો અને ત્યાં કેવી રીતે ઘૂસ્યો. સીસીટીવી કેમેરા પણ ખરાબ હતા. હોટલમાં કાર્ડ સિસ્ટમ હતી, તો કાર્ડ વિના તે વ્યક્તિ રૂમમાં કેવી રીતે આવ્યો, તેની પણ કોઈ માહિતી મળી ન હતી. મહિલાએ ઘણી કોશિશો પછી હોટલમાંથી સંપૂર્ણ રિફંડ મેળવ્યું અને બીજી હોટલમાં શિફ્ટ થઈ ગઈ, પરંતુ હજી પણ તેનામાં એ વાતનો ડર છે.
