‘રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે…’ રોહિત શર્માથી લઇને રવિન્દ્ર જાડેજા સુધી…ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આવી રીતે સેલિબ્રેટ કરી હોળી

IPL 2025નું બ્યુગલ વાગી ગયું છે. આ લીગ 22મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ RCB અને KKR વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. તમામ ટીમો પોતપોતાના હોમ ગ્રાઉન્ડ પર પુષ્કળ પરસેવો પાડી રહી છે, પરંતુ હોળીના રંગોથી કોઈ બચી શક્યું નથી.

ભારતીય હોય કે વિદેશી, દરેક ક્રિકેટરે આ ફેસ્ટિવલનો ભરપૂર આનંદ માણ્યો. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરને પણ પૂરી મસ્તી સાથે હોળી રમી હતી. ભારતીય ક્રિકેટરોએ તેમના પરિવાર અને મિત્રો સાથે આ તહેવારની ઉજવણી કરી હતી.

કેટલાક તેમના ચહેરા પર ગુલાલ લગાવતા જોવા મળ્યા હતા જ્યારે કેટલાક સંપૂર્ણપણે રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. IPLની તૈયારીઓ વચ્ચે હોળીના રંગોએ ખેલાડીઓને નવી ઉર્જા આપી હતી.

આ વખતે હોળીમાં સૌથી અલગ સ્ટાઇલ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જસ્ટિન લેંગરની હતી, જે IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે. તે કોચિંગ સ્ટાફમાં છે. આ ઉપરાંત વેસ્ટ વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરને પણ ખૂબ જ ઉત્સાહથી હોળી રમી હતી.

રોહિત શર્મા પત્ની અને દીકરી સહિત મિત્રો સાથે હોળી રમતો જોવા મળ્યો, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ પત્ની રિવાબા સાથે હોળી રમી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર્સે તેમના પરિવાર સાથે હોળીની ઉજવણી કરી.

Previous Article

Don't Touch Me... ભીડમાં ફસાઇ અભિનેત્રી, પોલિસવાળાની માગી મદદ, પછી જે થયુ તે જોઇ ભડક્યા લોકો- જુઓ વીડિયો

Next Article

'ભારત ના આવતો... ટીમ ઇન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને મળી ધમકી, આવી ગયો હતો ડિપ્રેશનમાં

error: Protected Content!
Exit mobile version