ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખુલી ગઇ પાકિસ્તાનની પોલ, મેચ ફીમાં 90% કટૌતી, મોંઘી હોટલમાં રોકાવાનું બંધ.. PCB લઇને આવ્યુ નવો પ્લાન

હવે ખેલાડીઓને મળશે આટલી મેચ ફી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બદલવો પડ્યો નિર્ણય

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ઘરેલુ ક્રિકેટમાં ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેમાં ખેલાડીઓની મેચ ફીમાં ઘટાડો કરવાનો પણ સમાવેશ થાય છે, જેના કારણે PCBની નાણાકીય સ્થિતિ પર પ્રશ્નો ઉભા થયા છે. PCB એ રાષ્ટ્રીય T20 ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા ક્રિકેટરોની મેચ ફી પ્રતિ મેચ 100,000 રૂપિયાથી ઘટાડીને 10,000 રૂપિયા પ્રતિ મેચ કરી દીધી છે. રિઝર્વ ખેલાડીઓને પ્રતિ મેચ 5000 રૂપિયા મળશે. આ ટુર્નામેન્ટ 14 માર્ચથી શરૂ થશે. મેચ ફીમાં ઘટાડાથી ખેલાડીઓમાં ચિંતા વધી ગઈ છે. બોર્ડ ઘરેલુ ક્રિકેટના વિકાસ પર ઓછો ખર્ચ કરવાનું પણ વિચારી રહ્યું છે.

પીસીબીના ઘરેલુ ક્રિકેટ વડા છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરેલુ ખેલાડીઓ માટે સુવિધાઓમાં ઘટાડો કરી રહ્યા છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “જે ખેલાડીઓને પહેલા ફાઇવ-સ્ટાર અને ફોર-સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા આપવામાં આવતી હતી તેમને હવે સસ્તી હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ફી ઉપરાંત, તેમના હવાઈ મુસાફરી ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે ખેલાડીઓ અને અમ્પાયરોને હજુ સુધી ગયા સિઝનના બાકી પૈસા ચૂકવવામાં આવ્યા નથી. વધુમાં, PCB એ બોર્ડની નીતિ મુજબ ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટરો માટે વાર્ષિક પેન્શન વધારો હજુ સુધી લાગુ કર્યો નથી. વિડંબના એ છે કે ખેલાડીઓની મેચ ફીમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ આ નિર્ણયો લેનારા અધિકારીઓને માસિક લાખોનો પગાર મળી રહ્યો છે. PCB રાષ્ટ્રીય પસંદગીકારો અને તાજેતરમાં સમાપ્ત થયેલા ચેમ્પિયન્સ કપ માટે પાંચ ટીમો માટે નિયુક્ત કરાયેલા માર્ગદર્શકોને પણ ભારે માસિક પગાર ચૂકવી રહ્યું છે.

ત્યાં PCB અધિકારીઓને લાખો રૂપિયાનો માસિક પગાર મળી રહ્યો છે. ઉપરાંત, PCB પસંદગીકારો અને ટીમના માર્ગદર્શકોને પણ ભારે પગાર આપવામાં આવી રહ્યો છે. માર્ગદર્શક મિસ્બાહ ઉલ હક, વકાર યુનુસ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ અને સકલૈન મુશ્તાકને 2 વર્ષના કરાર પર દર મહિને લગભગ 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. જો કે ભારે ટીકાનો સામનો કર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રાષ્ટ્રીય T20 ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓની મેચ ફી ઘટાડવાનો નિર્ણય બદલવો પડ્યો છે. બોર્ડે હવે મેચ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પગાર ઘટાડવાના નિર્ણયની આકરી ટીકાનો સામનો કર્યા બાદ રાષ્ટ્રીય T20 ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓની મેચ ફીમાં વધારો કર્યો છે. પીસીબીએ અગાઉ ખેલાડીઓ અને રિઝર્વ માટે મેચ ફી ઘટાડીને અનુક્રમે પાકિસ્તાની રૂપિયા 10 હજાર અને રૂપિયા 5 હજાર કરી હતી, જેના કારણે તેના ચેરમેને નિર્ણયની સમીક્ષા કરવાનો આદેશ જારી કર્યો હતો. આ મામલે વ્યાપક ટીકા થઈ હતી, ત્યારબાદ મુશ્કેલીમાં મુકાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે ખેલાડીઓની મેચ ફી વધારીને 40,000 રૂપિયા અને રિઝર્વ ખેલાડીઓની મેચ ફી વધારીને 20,000 રૂપિયા કરી દીધી છે.

Previous Article

‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ મુવી જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ?

Next Article

યુઝવેન્દ્ર ચહલે લીધો મોટો નિર્ણય, થામ્યો વિદેશી ટીમનો હાથ- IPL 2025 પછી હવે આ દેશ માટે રમશે ક્રિકેટ

error: Protected Content!
Exit mobile version