ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુખદ સમાચાર ! 47 વર્ષની ઉંમરે લોકપ્રિય ફિલ્મમેકરનું નિધન, આવ્યો હાર્ટ એટેક

પ્રખ્યાત તમિલ ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ સુગુમારન એ દુનિયાને અલવિદા કહી દીધું છે. વિક્રમ સુગુમરન એ માત્ર 47 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. ચેન્નાઈમાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું. આ સમાચાર આવ્યા પછી સમગ્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. કોઈ પણ વિશ્વાસ કરી શકતું નથી કે વિક્રમ સુગુમરન હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમની સાથે કામ કરતા સ્ટાર્સ અને તેમના ચાહકો આઘાતમાં છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

અહેવાલો અનુસાર, તેઓ એક નિર્માતાને સ્ક્રિપ્ટ સંભળાવ્યા પછી બસ દ્વારા મદુરાઈથી ચેન્નાઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન, તેમને બસમાં ભારે દુખાવો થયો. આ પછી, તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડોકટરોના પ્રયાસો છતાં, તેમને બચાવી શક્યા નહીં અને તેમનું નિધન થયું. ડોકટરોએ કહ્યું કે તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે. તેમના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

તેમના પરિવારમાં તેમની પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે, જે ચેન્નાઈમાં રહે છે. તમિલ ફિલ્મ નિર્માતાનું 2 જૂનના રોજ અવસાન થયું હતુ. વિક્રમના આ રીતે જવાથી દરેકને આઘાત લાગ્યો છે. વિક્રમે 1999 થી 2000 દરમિયાન અનુભવી દિગ્દર્શક બાલુ મહેન્દ્રના આસિસ્ટેંટના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

જોકે, દિગ્દર્શક તરીકેની તેમની પહેલી ફિલ્મ માધા યાનાઈ કૂટમ હતી, જેનાથી તેમને ખ્યાતિ અને સફળતા મળી. તેમના ગંભીર ગ્રામીણ નાટક અને તેમાં સામાજિક કમેન્ટ માટે પણ તેમની પ્રશંસા થઈ હતી. વિક્રમની છેલ્લી ડાયરેક્ટેડ દિગ્દર્શન ફિલ્મ શાંતનુની રાવણ કોટ્ટમ હતી. દિગ્દર્શક કથિત રીતે “થેરમ પોરમ” નામના નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, પરંતુ તેમના નિધનથી આ પ્રોજેક્ટ અટકી ગયો છે.

Previous Article

ઇન્ડિગોની ફ્લાઇટ ફરી એર ટર્બ્યુલન્સમાં ફસાઈ, મુસાફરોના જીવ અધ્ધર! પાયલોટે સ્થિતિ સંભાળી, જુઓ ડરામણો વીડીયો

Next Article

ચેમ્પિયન RCB પર અધધધ..કરોડો રૂપિયાનો વરસાદ, GTના ખેલાડીઓ ચમક્યા, સુદર્શને ઓરેન્જ કેપ અને પ્રસિદ્ધે જીતી પર્પલ કેપ, 14 વર્ષના વૈભવને મળી કાર

error: Protected Content!
Exit mobile version