સુરતના પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા; જુઓ તસવીરો

સુરતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી. સુરતના પાલનપુરના કોમર્શિયલ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોરા ભાગળના નક્ષત્ર સોલિટેરમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ સ્થાનિકોમાં નાસભાગ થઈ હતી.ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર વિભાગની 4 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ કોમ્પ્લેક્ષમાં અનેક દુકાનો ઉપરાંત વાહનો પણ પાર્ક કરવામાં આવ્યા હતા. આગ એટલી ગંભીર હતી કે તેમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જો કે મળતી માહિતી અનુસાર સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.હાલમાં આગ શા કારણે લાગી અને કેટલું નાણાકીય નુકશાન થયું તેની તપાસ શરૂ કરવામાં આવી છે

Previous Article

પહલગામ હુમલામાં પત્ની સામે જ પતિને મારી ગોળી, હત્યા બાદ પત્નીને કહ્યું 'તને નહિ મારુ, જા મોદીને જઈને કહે'; જુઓ

Next Article

દુલ્હન સાથે ફોટોશૂટ કરાવી રહ્યો હતો દુલ્હો, દોસ્તોએ લીધી મોજ- વીડિયો જોઇ નહિ રોકી શકો હસી...જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version