દીકરીઓને ખોવાનો આઘાત ઝેલી ચૂકી છે સની લિયોન, વર્ષો બાદ ઇન્ટરવ્યુમાં ચહેરા પર છલકાયુ દર્દ

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનને કોઈ ઓળખની જરૂર નથી. તે પોતાની સુંદરતા માટે જાણીતી છે. અભિનેત્રીનો બોલ્ડ અવતાર ચાહકોના હોંશ ઉડાવી દે છે. તે પોતાના અંગત જીવનના કારણે પણ કેટલીકવાર સમાચારોમાં રહે છે. થોડા સમય પહેલા જ સનીએ તેની મોટી પુત્રી નિશા વેબરનો 9મો જન્મદિવસ ઉજવ્યો હતો.

અભિનેત્રીએ તેની પુત્રીનો જન્મદિવસ પેપરાજી સાથે પણ સેલિબ્રેટ કર્યો હતો. બધા જાણે છે કે તેને ત્રણ બાળકો છે, પરંતુ શું તમે જાણો છો કે સનીએ ચાર દીકરીઓને ગુમાવી છે. જી હા, તેણે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સની લિયોનને ત્રણ બાળકો છે જેમાં એક દીકરી દત્તક લીધેલી છે અને બે સરોગેસી દ્વારા થયેલ છે.

જો કે ઘણા ઓછા લોકો જાણે છે કે કેટલાક વર્ષો પહેલા તેણે પોતાની 4 દીકરીઓને ગુમાવી દીધી હતી. જે સમયે અભિનેત્રીના ઘરે બે પુત્રોનો જન્મ થયો હતો તે સમયે સનીએ તેની ચાર પુત્રીઓ પણ ગુમાવી હતી. સનીએ કહ્યું કે તેની ચાર દીકરીઓ એકસાથે મૃત્યુ પામી હતી. સનીએ વર્ષ 2011માં ડેનિયલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ તેમના 6 એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા, જેમાંથી 4 દીકરીઓ અને બે દીકરાઓના એગ હતા.

તેઓએ અમેરિકામાં આવું કર્યું કારણ કે ત્યાં બાળકોનું લિંગ અગાઉથી જણાવવામાં આવે છે. સનીએ કહ્યું કે તે દીકરીઓ આ દુનિયામાં આવી શકી નથી, અને તેના કારણે અમે સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા. સનીએ કહ્યુ કે તેનો પતિ ખૂબ જ લો ફીલ કરી રહ્યો હતો કારણ કે તેને દીકરી જોઈતી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે આ પછી તે મુંબઈ આવી અને નિશાને દત્તક લીધી.

Previous Article

પગ પહોળા કરી આરામથી ગાદીપર સૂવાની આ વ્યક્તિને મળે છે મોટી સેલેરી....લોકોએ કહ્યુ- આ અમારી ડ્રિમ જોબ છે

Next Article

પલક તિવારીની જિમ નોટંકી પર મચ્યો બવાલ, ટ્રોલર્સ એ ભયંકર ટ્રોલ કરતા કર્યા આ કામ; જુઓ ફોટોઝ

error: Protected Content!
Exit mobile version