46 વર્ષના ‘ગુરુજી’ સાથે ચક્કર ચલાવી રહી હતી વિદ્યાર્થીની, પ્રેમીએ ખોલી દીધી પોલ, 15 પેજના પ્રેઝેંટેશનમાં બતાવ્યા ‘ડર્ટી’ સિક્રેટ

આમ કો પ્રેમ-ઇશ્ક-લવ માટે કોઈ ઉંમર નથી હોતી, વ્યક્તિ ગમે તે ઉંમરે કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમમાં પડી શકે છે, જો કે મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે તે તેની ગરિમા વિરુદ્ધ હોય. ચીનમાં પણ કંઈક આવું જ બન્યું, જ્યારે એક વિદ્યાર્થીનીને તેના જ 46 વર્ષિય પ્રોફેસર સાથે પ્રેમ થવા લાગ્યો. તેનો પહેલેથી જ એક બોયફ્રેન્ડ હતો, જેણે બંનેના સંબંધોનો ખુલાસો કર્યો. જ્યારે બોયફ્રેન્ડને લાગ્યું કે તેની ગર્લફ્રેન્ડ તેના પર ધ્યાન આપી રહી નથી અને તેનાથી અસ્વસ્થતા અનુભવી રહી છે, ત્યારે તેને આ બાબતની જાણ થઈ.

વિદ્યાર્થીની અને પ્રોફેસર વચ્ચેની વાતો વાંચ્યા પછી તેના પગ નીચેથી તો જમીન જ સરકી ગઈ. છોકરી જિયાંગ્શી પ્રાંતના નાનઝિંગ નોર્મલ યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થીની છે, જેનું તેના ગાઇડ સાથે જ અફેર ચાલી રહ્ય હતુ. જે પ્રોફેસર સાથે વિદ્યાર્થીનું અફેર હતું તે પર્યાવરણ વિભાગના વાઇસ ડીન છે અને 46 વર્ષના છે.

FILE PIC

વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડનું કહેવું છે કે જ્યારે તેને લાગ્યું કે તેની ગર્લફ્રેન્ડ તેની સાથે ડેટ પર જવા નથી માંગતી ત્યારે તેણે તપાસ શરૂ કરી, તેને ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડ તેના પ્રોફેસર સાથે હોટલના રૂમમાં છે. પ્રોફેસર તેને નાના છોકરા સાથે લગ્ન કરવાની સલાહ આપી રહ્યા હતા, જ્યારે છોકરીએ કહ્યું કે તે ફક્ત તેને પ્રેમ કરે છે. વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડે 14-15 પેજની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે તેની ગર્લફ્રેન્ડ તેના પ્રોફેસરને પ્રેમથી ‘પિગી’ કહેતી.

FILE PIC

પ્રોફેસરે તેને બધી ચેટ્સ ડિલીટ કરવા પણ કહ્યું હતું, પણ છોકરીએ એવું ના કર્યું, જેના કારણે તેના બોયફ્રેન્ડને સબૂત મળ્યા. બોયફ્રેન્ડે લખ્યું કે જ્યારે તેને લાગ્યું કે તેની ગર્લફ્રેન્ડ આ ગંદા સંબંધમાં છે, ત્યારે તેનું મન પહેલા તો સુન્ન થઈ ગયું પણ પછી તેણે દુનિયા સામે સત્ય મૂક્યું. તે ઈચ્છે છે કે કોઈને આ છોકરી સાથે ફરી પ્રેમ ન થાય, એટલે તેણે આ કહાની જાહેર કરી. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી પ્રોફેસરનું પદ છીનવી લેવામાં આવ્યું અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા.

Previous Article

રસ્તા પર ગાડીની છત પર ચઢી અરાજકતા બનાવી રહ્યા હતા છોકરાઓ, એટલામાં સામે આવી ગઇ પોલિસ અને બધી રંગબાજી નીકાળી દીધી

Next Article

ઘોર કળયુગ હો...છોકરીએ માઝા મૂકી! 5 પુરુષો સાથે હોટલમાંથી ઝડપાઈ, રાતે એવું આવું કરતા હોબાળો મચ્યો છે, જુઓ

error: Protected Content!
Exit mobile version