મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં શોક : દિગ્ગજ સિંગરનું 43 વર્ષની વયે અવસાન- ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું

ફિલ્મ ઉદ્યોગમાંથી એક પછી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે, તાજેતરમાં ‘હેરી પોટર’ ફેમ અભિનેતા સાઇમન ફિશર-બેકરના નિધનના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે હવે જાણીતા સિંગરના અવસાનથી ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. સાઉથ કોરિયન ઇન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવ્યા છે, પ્રખ્યાત સિંગર વ્હીસુંગનું નિધન થયું છે.

10 માર્ચના રોજ સિંગરનો મૃતદેહ તેમના ઘરે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. સાઉથ કોરિયાના લોકપ્રિય સિંગરે 43 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, જો કે સિંગરના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સિંગરની એજન્સીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. નિવેદન જારી કરી કહેવામાં આવ્યું કે, ‘આ ઓસ્ટ્રિચ એન્ટરટેઈનમેન્ટ છે. આ હૃદયદ્રાવક સમાચાર જણાવતા અમને દુઃખ થાય છે. 10 માર્ચે, અમારા સિંગર વ્હીસુંગ અમને છોડીને ચાલ્યા ગયા. તે તેમના ઘરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા અને તેનનું મૃત્યુ થયું છે.

અમારી કંપનીના કલાકારો અને અધિકારીઓ મૃતકના પરિવાર સાથે શોક વ્યક્ત કરી રહ્યા છે. આ દુઃખદ સમાચાર તેમના ચાહકો સાથે શેર કરવા ખૂબ જ દુઃખદ છે, જેમણે તેમને ખૂબ જ ટેકો અને પ્રેમ આપ્યો છે. કૃપા કરીને ગાયક માટે પ્રાર્થના કરો જેથી તે આરામ કરી શકે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તેમના મૃત્યુ પછી ઘણો સમય વીતી ગયો છે. આવી સ્થિતિમાં, હાલમાં કંઈ કહી શકાય નહીં.

Previous Article

'રાધા' બની મહાકુંભ વાળી મોનાલિસા, 40 વર્ષ જૂના ગીત પર બતાવ્યા ગજબના એક્સપ્રેશન- જોઇને ચોંક્યા લોકો

Next Article

'દિલબર ગર્લ'ને ભોળવી ગયા ડાયરેક્ટર્સ ! એક્ટ્રેસ બોલી- ફિલ્મમાં કાસ્ટ કરવાનું કહી કરાવતા આવું કામ...નોરા ફતેહીનું છલકાયુ દર્દ

error: Protected Content!
Exit mobile version