આ બોલીવુડની સૌથી હોટ હસીનાએ પેપરાજીને બધાની સામે કરી કિસ, ‘આશિકી 2’નો સીન કર્યો રીક્રિએટ- જુઓ વીડિયો
એક્ટ્રેસ શર્લિન ચોપરા ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. શર્લિન ચોપરા તેના અભિનય કરતાં તેની બોલ્ડનેસ માટે વધુ ચર્ચામાં રહે છે. ત્યારે હવે શર્લિન ચોપરાનો એક વીડિયો સામે આવ્યો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. શર્લિન ચોપરાએ ફિલ્મ ‘આશિકી 2’ના જેકેટ સીનને પેપરાજી સાથે રીક્રિએટ કર્યો.
ત્યારે આ વીડિયો વાયરલ થતા જ લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. શર્લિન ચોપરાએ ખૂબ જ રિવિલિંગ સાડી પહેરી છે, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. શર્લિન ચોપરાના બે વીડિયો સામે આવ્યા છે, જેમાંથી એક વીડિયોમાં તે પેપરાજી સાથે ફિલ્મ ‘આશિકી 2’ના જેકેટ સીનને રીક્રિએટ કરતી જોવા મળી રહી છે.
આ દરમિયાન પેપ શરમથી લાલ થતો જોવા મળે છે. શર્લિન ચોપરાના આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં ચાહકો તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તે કેટલી સસ્તી એક્ટિંગ કરે છે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘ઢંગના કપડા પહેરી લીધા હોત તો.’
અન્ય એક યુઝરે લખ્યું, ‘બેશરમીની હદ પાર કરી દીધી.’ શર્લિન ચોપરાના કરિયરની વાત કરીએ તો તેણે ‘ટાઈમ પાસ’, ‘રેડ સ્વસ્તિક’, ‘ગેમ’, ‘કામસૂત્ર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શર્લિન ચોપરાનું ફિલ્મી કરિયર ભલે કંઈ ખાસ રહ્યું નથી, પરંતુ તેની બોલ્ડનેસની ચર્ચા દરરોજ થાય છે.
