આસો મહિનામાં આવતી પૂનમ સૌથી ખાસ હોય છે, જેને શરદ પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષની શરદ પૂર્ણિમા 25 ઓક્ટોબર અને રવિવારે આવશે. આ વર્ષની શરદ પૂર્ણિમા ત્રણ શુભ યોગના કારણે અત્યંત ખાસ બની જવાની છે, જેના કારણે આ વર્ષે અમૃતની સાથે ધન પણ વરસશે અને વિશેષ લાભ વૃષભ, કન્યા, મકર તથા તુલા રાશિના જાતકોને મળી શકે છે.
શરદ પૂર્ણિમાનું મહત્વ
- શરદ પૂર્ણિમા વિશેષ અને પવિત્ર ગણાય છે, જેને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે.
- ધાર્મિક માન્યતા અનુસાર આખા વર્ષમાં ફક્ત શરદ પૂર્ણિમા જ એવી રાત છે જ્યારે ચંદ્ર પોતાની સોળે કળાએ ખીલે છે.
- પૌરાણિક માન્યતા મુજબ શરદ પૂર્ણિમાના દિવસે જ સમુદ્ર મંથનમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા હતા.
- આ દિવસે માં લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તો પર સુખ-સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે.
- શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃત વરસાદ થાય છે તેવી પણ માન્યતા છે.
શરદ પૂર્ણિમા 2026 ના 3 દુર્લભ શુભ યોગ
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરદ પૂર્ણિમા પર સર્જાયેલા આ શુભ યોગો 4 રાશિના લોકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે:
- લક્ષ્મી નારાયણ રાજયોગ: તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતીથી આ યોગ બનશે.
- હંસ મહાપુરુષ રાજયોગ: ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે અને આ દરમિયાન ગુરુ સાથે તેની યુતિ સર્જાશે.
- સર્વાર્થ સિદ્ધિ યોગ: 25 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ શરૂ થશે.
- આ ત્રણ શુભ યોગોની અસરથી માં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને આ ચાર રાશિના લોકોને અચાનક ધન પ્રાપ્ત થવા જેવા લાભ મળશે.
25 ઓક્ટોબર 2026 ની ભાગ્યશાળી રાશિઓ
- તુલા રાશિ: આ રાશિમાં બુધ અને શુક્રની યુતી સર્જાઈ છે, જેના કારણે અટકેલા કામ પૂરા થઈ શકે છે. આ દિવસે ભાગ્ય સાથ આપશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થતી જણાશે.
- વૃષભ રાશિ: અચાનક ધન લાભ થઈ શકે છે. મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે, કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે, અટકેલી યોજનાઓ આગળ વધી શકે છે તેમજ પદ અને યશ વધવાની સંભાવના છે.
- કન્યા રાશિ: અટકેલું ધન પરત મળી શકે છે અને અચાનક આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. અટકેલા કામ પૂરા થતા જણાશે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે.
- મકર રાશિ: નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. વેપાર અને નોકરીમાં કાર્ય સુધરશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે અને આ સમયે પોતાની પ્રતિભા દેખાડવાની તક મળી શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
