ખુશખબરી : શનિદેવ રેવતી નક્ષત્રના બીજા ચરણમાં કરશે પ્રવેશે, આ 4 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર

જ્યોતિષશાસ્ત્રમાં ન્યાય અને કર્મફળના દાતા માનવામાં આવતા શનિ ગ્રહ હાલમાં મીન રાશિમાં રહીને બુધના રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે. આગામી 2 જુલાઈ 2026 ને ગુરુવારના રોજ સવારે 08:22 વાગ્યે શનિદેવ રેવતી નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરશે. આ ખાસ ચરણમાં શનિદેવનું ભ્રમણ 8 ઓગસ્ટ 2026 સુધી રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ રેવતી નક્ષત્રના બીજા ચરણ પર ખુદ શનિ ગ્રહનો જ વિશેષ પ્રભાવ હોય છે. આવી સ્થિતિમાં આ ચરણમાં શનિનો પ્રવેશ 4 રાશિના જાતકોના જીવનમાં ખુબ જ સકારાત્મક બદલાવ લાવશે અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.

મિથુન રાશિ

શનિના રેવતી નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરવાથી મિથુન રાશિના જાતકો માટે ખુબ જ શ્રેષ્ઠ અને સારો સમય શરૂ થશે. આ સમય દરમિયાન તમારું મન એકાગ્ર રહેશે અને તમે તમારી માતા સાથે સારો સમય વિતાવી શકશો. નોકરી કરતા લોકોને ઓફિસમાં પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો બિઝનેસને આગળ વધારવા માટે આ ગાળામાં મોટા અને મહત્વના નિર્ણયો લઈ શકશે. આ સિવાય જો તમે કોઈ જૂની બીમારીથી પરેશાન હોવ તો તેમાંથી બહાર આવવાનો માર્ગ સરળ બનશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર ગોચર અનેક પ્રકારના આર્થિક લાભ લઈને આવી રહ્યું છે. આ 138 દિવસો દરમિયાન તમને નસીબનો પૂરેપૂરો સાથ મળશે, જેનાથી તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી વધુ મજબૂત અને સુદ્રઢ બનશે. જીવનની જૂની ચિંતાઓનો અંત આવશે અને મનને શાંતિ મળશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો આપોઆપ પૂરા થવા લાગશે અને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે શનિદેવનું આ પરિવર્તન કરિયરમાં મોટી સફળતાઓ લઈને આવશે. નોકરીમાં તમે ભૂતકાળમાં કરેલી સખત મહેનતનું હવે સંપૂર્ણ સકારાત્મક પરિણામ મળશે અને લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ ખુબ ઝડપથી થશે અને લોકો તમારા આકર્ષક વ્યક્તિત્વથી પ્રભાવિત થશે. આ ગોચર દરમિયાન તમારું મન ખુબ પ્રસન્ન રહેશે અને પરિવારના સભ્યોનો દરેક વળાંક પર પૂરો સહયોગ પ્રાપ્ત થશે.

કુંભ રાશિ

શનિનું રેવતી નક્ષત્રના બીજા ચરણમાં ગોચર કરવું કુંભ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થવાનું છે. તમારા મગજમાંથી તમામ પ્રકારના નકારાત્મક વિચારો દૂર થશે અને તમે નવી ઉર્જા સાથે જીવનમાં આગળ વધશો. આ સમયગાળામાં તમે કોઈ અચલ સંપત્તિ જેમ કે નવી જમીન, પ્લોટ અથવા નવું મકાન ખરીદી શકો છો. તમારા ફાલતુ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને આ દરમિયાન કોઈ જૂના અતિ વહાલા મિત્ર સાથે અચાનક મુલાકાત થવાના યોગ છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

11 જૂન આજનું રાશિફળ: ગુરુવારે ગ્રહોનો અદભુત સંયોગ! આ રાશિના જાતકો પર થશે ભગવાન વિષ્ણુની અસીમ કૃપા, નોકરી-ધંધામાં થશે મોટો ધનલાભ!

Next Article

12 જૂન આજનું રાશિફળ: શુક્રવારે ગ્રહોની વિશેષ ચાલ! આ રાશિના જાતકો પર વરસશે માતા લક્ષ્મીની કૃપા, ધન-દોલતમાં થશે બમ્પર વધારો!

error: Protected Content!
Exit mobile version