શાળાના વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન કરનાર મહિલા શિક્ષકનો એક મોટો કાંડ સામે આવ્યો છે. એક મહિલા ટીચરે તેના વર્ગના વિદ્યાર્થી પ્રત્યે ખોટો આકર્ષણ અનુભવ્યો અને પછી તેની સાથે ગેરયોગ્ય સંબંધ સ્થાપિત કર્યો. એટલું જ નહીં પરંતુ મહિલા શિક્ષિકાએ છોકરાને તેના ઘરે અનેકવાર બોલાવી ગેરકાયદેસર સંબંધ રાખ્યો હતો.
અમેરિકાના ઇલિનોઇસના ઓરોરામાં આવેલી વોશિંગ્ટન મિડલ સ્કૂલની 34 વર્ષીય ગણિતની ટીચર જેસિકા બર્ગમેનની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા શિક્ષિકાએ તેના વર્ગના એક વિદ્યાર્થીને ઘરે બોલાવી તેની સાથે આખી રાત સંબંધ બાંધ્યો હતો. પોલીસને ગયા મહિને પડોશીઓ તરફથી એક 17 વર્ષનો છોકરો વારંવાર તેના ઘરે આવતો હોવાની જાણકારી મળી હતી.
વિદ્યાર્થી વારંવાર બર્ગમેનના ઘરે જતો, કેટલીકવાર રાત્રે ત્યાં રોકાતો, બંને ગેરકાયદેસર સંબંધ બાંધતા. શિક્ષિકા અને તેના વિદ્યાર્થીએ બીજા વર્ષમાં ટેક્સ્ટ અને ફોન કોલ્સ દ્વારા વાતચીત કરવાનું શરૂ કર્યું હતું, જ્યારે કોઈક સમયે બંને વચ્ચેનો સંબંધ જાતીય બની ગયો. આરોપી ટીચરની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર અધિકારી હોદ્દા પર ગુનાહિત જાતીય આક્રમણ અને અધિકારી હોદ્દા પર ગંભીર ગુનાહિત જાતીય શોષણના બે આરોપ મૂકાયા હતા.
