ધારાસભ્ય રિવાબા જાડેજા પતિ રવિન્દ્ર જાડેજા સાથે પહોંચ્યા માં આશાપુરાના દર્શને, શેર કરી તસવીર
ભારતના મહાન ઓલરાઉન્ડર ખેલાડીઓમાંથી એક રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રિવાબા જાડેજા અવાર નવાર સમાચારોમાં રહે છે. રવિન્દ્ર જાડેજા તેમની રમતને કારણે તો રિવાબા રાજકારણને કારણે…આવું એટલા માટે કેમ કે રીવાબા જાડેજા ભાજપના ધારાસભ્ય છે. હાલમાં જ 7 મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાયુ હતુ અને રિવાબા પતિ સાથે મળી વોટ આપવા પણ પહોંચ્યા હતા.
ત્યારે હવે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રિવાબા જાડેજા રવિન્દ્ર જાડેજા સાથે માઁ આશાપુરાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક તસવીર પણ શેર કરી અને લખ્યુ- શ્રદ્ધેય દેશદેવી માઁ આશાપુરાની પૂજા અને ભક્તિથી સૌનું ઉત્થાન થજો, એ જ મંગલ કામના સાથે જય માતાજી, જય હો માં મઢવાળી.
રિવાબા આ દરમિયાન સાડીમાં જોવા મળ્યા હતા જ્યારે રવિન્દ્ર જાડેજાએ શર્ટ અને ટીશર્ટ સાથે માથે પાઘડી બાંધી હતી. આ પહેલા બંને જાન્યુઆરીમાં આશાપુરા માંના દર્શને પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, રવિન્દ્ર જાડેજાની રીવાબા જાડેજા સાથે પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી, રીવાબા રવિન્દ્રની બહેન નૈનાની સારી મિત્ર હતી.
થોડો સમય ડેટ કર્યા બાદ બંનેએ 5 ફેબ્રુઆરી 2016ના રોજ સગાઈ કરી અને એપ્રિલ 2016માં લગ્ન કર્યા. રવિન્દ્ર અને રીવાબાને એક પુત્રી છે, જેનું નામ નિધ્યાના છે.
