KKRના બેટ્સમેને મારી સિક્સ, બોલ પડ્યો દર્શકો વચ્ચે, એક ફેને બોલને છુપાવી દીધો ટી-શર્ટમાં, પોલીસકર્મીએ જોઈ લીધું અને પછી.. જુઓ વીડિયો
KKR fan and Security over Hiding the Bowl : હાલ દેશભરમાં આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે 7.30 થતા જ દર્શકો ટીવીની સામે ગોઠવી જાય છે, આ સાથે જ દરેક મેચ પણ ખુબ જ રોમાંચક પણ બની રહી છે, ઘણા લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં પણ જાય છે અને આઇપીએલની મેચ દરમિયાન સ્ટેડિયમ પણ ખચાખચ ભરેલા જોવા મળે છે. ત્યારે IPLની લાઈવ મેચ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ બને છે જેના વીડિયો પણ વાયરલ થઇ જાય છે. આવી જ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શનિવારે 11 મેના રોજ રમાયેલી મેચ દરમિયાન બની હતી.
બન્યું એવું કે મેચની વચ્ચે કોલકાતાના ખેલાડીએ સિક્સર ફટકારી. આ પછી બોલ દર્શકોમાં ગયો. આ દરમિયાન KKRના એક પ્રશંસકે પોતાની ટી-શર્ટની અંદર બોલને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેની યુક્તિ કામમાં આવી નહીં અને એક પોલીસ અધિકારીએ તેને આમ કરતા પકડી લીધો અને માર માર્યો. પોલીસ ત્યાં જ રોકાઈ ન હતી, તેઓએ છોકરા પાસેથી બોલ પાછો લીધો અને તેને મેદાન તરફ ફેંકી દીધો, છોકરાને પકડી લીધો અને તેને સ્ટેડિયમની બહારનો રસ્તો બતાવ્યો.
મેચ સાથે જોડાયેલી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. છોકરાએ જે રીતે બોલ છુપાવ્યો તેના પર લોકોએ પ્રતિક્રિયા આપી. એક યુઝરે કહ્યું કે બોલને છુપાવવાની રીત થોડી કેઝ્યુઅલ છે.
