કિયારા અડવાણી સાથે વધુ એક સ્ટારે મેટ ગાલા 2025માં બતાવ્યો બેબી બંપ- તસવીરો થઇ વાયરલ

પોપ સિંગર રિહાના ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે. ત્યારે સોમવારે મેટ ગાલા 2025માં એન્ટ્રી કર્યા પહેલાં તેણે પોતાની પ્રેગ્નેંસીનો ખુલાસો કર્યો. જ્યારે તે ન્યૂ યોર્કની કાર્લાઇલ હોટેલમાંથી બહાર નીકળી તે દરમિયાન તેણે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બેબી બમ્પને ફ્લોન્ટ કરીને ચાહકોને ખુશખબર આપી. મેટ ગાલા 2025 માટે રવાના થતી વખતે રિહાનાએ ગ્રે રંગનો ટુ-પીસ સ્કર્ટ સેટ પહેર્યો હતો. આમાં સિંગલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેણે ઘૂંટણ સુધી ઊંચા મોજાં અને હીલ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન ખાસ વાત એ હતી કે તેણે ઘણી વખત બ્રાઉન ફર સ્કાર્ફ વડે તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ પહેલી વાર નથી જ્યારે રિહાનાએ આ રીતે પોતાની પ્રેગ્નેંસીનો ખુલાસો કર્યો હોય.

આ પહેલા તેણે 2023 ના સુપર બાઉલ હાફટાઇમ શો દરમિયાન તેના બીજા બાળકની ગર્ભાવસ્થાના સમાચાર ખાસ રીતે આપ્યા હતા. જણાવી દઈએ કે રિહાના અને તેના પાર્ટનર એપી રોકીના પહેલા દીકરા આરજેડએનો જન્મ મે 2022માં થયો હતો. જ્યારે ઓગસ્ટ 2023માં તેના બીજા દીકરા રાયટ રોઝનો જન્મ થયો હતો.

2023માં બ્રિટિશ વોગને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રિહાનાએ માતા બનવાનો અનુભવ શેર કર્યો અને તેને ખૂબ જ ખાસ ગણાવ્યો. તેણે કહ્યું, “આ એક સુંદર લાગણી છે. તમે એક વ્યક્તિ તરીકે હોસ્પિટલમાં જાઓ છો અને ત્રણ લોકોના પરિવાર તરીકે બહાર આવો છો. આ સાચે પાગલપન જેવું લાગે છેસ પણ તે ખૂબ જ પ્રેમાળ છે.” રિહાનાએ તેના જીવનસાથી રોકી અને મોટા દીકરા વચ્ચેના સંબંધો વિશે પણ વાત કરી હતી.

તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ, “જ્યારે તે બંને સાથે હોય છે, ત્યારે મને એવું લાગે છે કે હું કોઈ છોકરાઓના ક્લબમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છું. તે તેના પિતાની ખૂબ નજીક છે અને મને લાગે છે શું મેં ખરેખર તેને જન્મ આપ્યો નથી ? એક પુત્રને તેના પિતા તરફથી મળતો પ્રેમ તેની માતા તરફથી મળતા પ્રેમથી ઘણો અલગ હોય છે. રોકી તેને જોતાની સાથે જ ખુશ થઈ જાય છે. એક પુત્ર અને પિતા વચ્ચેનો બંધન ખૂબ જ ખાસ હોય છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version