રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું કૌભાંડ સામે આવ્યું, આરોપ છે કે નાના મૌવા રોડ પર મની પ્લસ શરાફી મંડળીનું ઉઠમણું થવાને કારણે ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી છે. મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાએ 11 કરોડથી વધુ રકમનું ફૂલેકું ફેરવ્યું છે. મંડળીના સંચાલકો લોકોને 1% વ્યાજની લાલચ આપી રોકાણ કરાવ્યુ હતુ. આ મામલે હાલ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અલ્પેશ દોંગાએ સહકારી મંડળીમાં રોકાણ કરાવી કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવી નાખ્યુ. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે લોકો પાકતી મુદતે એફડી લેવા ગયા ને રૂપિયા પરત ના મળ્યા. ફરીયાદી રશ્મિન ચુનીલાલ પરમાર સહિતના સગા સબંધીઓ પાસે FD કરાવી અને તે રૂપિયા લઈને અલ્પેશ ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે. આ મામલો પોલિસ સ્ટેશન ત્યારે પહોંચ્યો જ્યારે FD પાકતી મુદતે રકમ પરત ન આપવામાં આવી.
