રાજ્યભરમાં અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં જ વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. રાજકોટના જેતપુરમાં યુવાન દુકાનમાં કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યો ને તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ. રાજકોટના જેતપુરમાં હ્રદય રોગનો હુમલો આવતા ભાવેશ વઘાસિયા ઓચિંતો ઢળી પડ્યો અને બાદમાં તેનુ મોત નીપજ્યુ. યુવાન જેતપુરના ટાકુડીપરામાં એક ઈલેકટ્રૉનિકની દુકાનમાં કામ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો ને અચાનક ઢળી પડતા તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો.
જો કે તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જણાવી દઇએ કે, અમેરિકન હાર્ટ એસોશિએશને લોકોને હાર્ટ એટેકથી બચવા આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. હાર્ટ એટેકના જોખમને ઓછું કરવા માટે અલગ અલગ ફળો અને શાકભાજી, સાબુત અનાજ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલ તેમજ કમ વસા વાળા ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું જોઇએ.
