BREAKING: ભરૂચના ત્રણ યુવકોના વિદેશમાં મોત, વાહનમાં આગ લાગતા જીવતા ભડથુ થયા…વતનમાં શોક- જુઓ વીડિયો

ગુજરાતીઓને દક્ષિણ આફ્રિકામાં નડ્યો અકસ્માત, ભરૂચના ત્રણ યુવાનોના કરૂણ મોત, બસ સાથે ટક્કર બાદ કાર સળગી ઉઠી

વિદેશની ધરતી પરથી ઘણીવાર ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ભરૂચના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હતા અને આ યુવકો જે વ્હીકલમાં સવાર હતા, ભડકે બળતા ત્રણેય જીવતા ભડથું થઇ ગયા હતા.

પ્રાપ્ત જાણકારી મુજબ, ત્રણેય યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેઓ સવારે પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ વાહનમાં આગ લાગી અને અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી જતા તેમના મોત થયા હતા.

મૃતક યુવાનોની ઓળખ સુફિયાન ભાગ્યશાલી, શહેજાદ ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ છે. જણાવી દઇએ કે, ભરૂચમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જતા હોય છે. આ ત્રણેય યુવકો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. જો કે અકસ્માતના સમાચાર વતન પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવાર પર તો આભ ફાટી પડ્યું છે.

Shah Jina
Exit mobile version