લોક સાહિત્યકાર રાજભા ગઢવીના માથે આવી પડ્યુ દુ:ખ, પિતાનું થયુ અવસાન, માથેથી ઉઠ્યો પિતાનો છાયો

ગુજરાત સહિત દેશ-દુનિયામાં જાણીતાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીપર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. રાજભાના પિતા આલસુરભાઈ સામતનું 70 વર્ષની વયે નિધન થયુ છે, જેને કારણે રાજભા અને તેમના પરિવારમાં શોક છવાયો છે. આલસુરભાઈ થોડા સમયથી બીમાર હતા.

તેઓ પરિવાર સાથે આલસુરભાઈ સામત ગીરના જંગલની વચ્ચોવચ્ચ આવેલા લીલાપાણીના નેસમાં રહેતાં હતા ને પશુપાલનનું કામ કરતા હતા. રાજભા તેમને બાપા કહીને સંબોધતાં હતા. લોકસાહિત્યનો વારસો રાજભાને પિતા પાસેથી જ મળ્યો હતો. રાજભા ઘણી વખત કહી ચૂક્યાં છે કે લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી તેમના માનસ ગુરુ છે પણ સાહિત્યનો સાચો વારસો તેમને પિતા પાસેથી મળ્યો છે.

રાજભા ગઢવીની વાત કરીએ તો તેઓ ગુજરાતના નામાંકિત લોકગાયક અને સાહિત્યકાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાજભાને પહેલા ડાયરા માટે ફકત 30 રૂપિયા જ મળ્યા હતા પરંતુ આજે તેઓ એક ડાયરાના સાડા પાંચ લાખ રૂપિયા લે છે.

1980માં ગીરના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભાને બાળપણથી કુદરતનો ખોળો મળ્યો હતો ને તેઓ પ્રકૃતિ-વન્ય પ્રાણીઓ વચ્ચે જ મોટા થયા. તેમના પરિવારમાં આઠ સભ્યો છે, જેમાં ત્રણ બહેનો છે અને તેમનાં લગ્ન થઇ ગયા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version