જાનવરોને લગતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેમાં ક્યારેક તેઓ તોફાની કૃત્યો કરતા જોવા મળે છે તો ક્યારેક શિકાર કરતા જોવા મળે છે. તાજેતરમાં એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે એક વિશાળ અજગર નીલગાયના બચ્ચાને જીવતો ગળી ગયો. જો કે કેટલાક લોકોએ અજગરને પકડીને તેને એટલો મજબૂર કર્યો કે તેણે શિકારને બહાર કાઢવો પડ્યો.
આ ક્લિપને X પર @ParveenKaswan દ્વારા શેર કરીને ભારતીય વન સેવા (IFS) અધિકારીએ જનતાને પૂછ્યું, શું આ બરાબર છે ? 50 સેકન્ડના આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં, કેટલાક લોકો અજગરને પકડીને જોઈ શકાય છે, જેઓ અજગરને સતત હલાવતા જોવા મળે છે જ્યાં સુધી તે તેના પેટમાંથી શિકારને બહાર કાઢવાનું શરૂ ન કરે. વાયરલ થઈ રહેલો આ ચોંકાવનારો વીડિયો હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના હરોલીનો હોવાનું કહેવાય છે.
આ વીડિયો IFS ઓફિસર પરવીન કાસવાને 12 ઓક્ટોબરે પોસ્ટ કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 1.3 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. કેટલાક લોકો માને છે કે અજગરનો શિકાર કુદરતી પ્રક્રિયાનો એક ભાગ છે અને માનવીએ આ પ્રક્રિયામાં દખલ ન કરવી જોઈએ. બીજી તરફ કેટલાક લોકો આ કાર્યવાહીને યોગ્ય ઠેરવતા કહે છે કે નીલગાયનું બચ્ચુ નિર્દોષ હતુ અને તેને બચાવવું જોઈએ.
જો કે આ વિડિયોએ લોકોને વિચારવા મજબૂર કર્યા કે શું આપણે વન્યજીવોની કુદરતી આદતોમાં દખલ કરવી જોઈએ કે પછી તેમને તેમની કુદરતી પ્રક્રિયાઓ પ્રમાણે જીવવા દેવી જોઈએ. એક યુઝરે લખ્યું, આ એક હાસ્યાસ્પદ પદ્ધતિ છે. તે કુદરત દ્વારા બનાવેલ હુકમ વિરુદ્ધ છે. માત્ર હીરો બનવાની ઈચ્છા જ આવા કામો કરવા મજબૂર કરે છે. અન્ય એક યુઝરે લખ્યું, આ પ્રકૃતિની વિરુદ્ધ છે. જ્યારે એકે લખ્યું, આ સંપૂર્ણપણે પ્રકૃતિની વિરુદ્ધ છે, દરેકને પોતાનું ભોજન કમાવવાનો અધિકાર છે, તેથી પ્રકૃતિમાં દખલ ન કરવી જોઈએ.
In a recent viral video some locals try to save a Nilgai calf after it was swallowed by a python. What do you think; is it right to interfere like this in natural world. Or they did right thing. pic.twitter.com/Qgxk0MPUq0
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 12, 2024
