રસ્તાઓ પર રખડતા પશુઓ જોવા મળવા એ સામાન્ય વાત છે. મોટા શહેરો હોય કે પાકા ગામડાંના રસ્તાઓ…રખડતા પ્રાણીઓ તમને રસ્તા પર બેસેલા કાં તો ચાલતા મળી જશે. રસ્તા પર રખડતા આ પ્રાણીઓને કારણે દિવસના પ્રકાશમાં સલામત રીતે વાહન ચલાવી શકાય છે, પરંતુ રાત્રિના અંધારામાં ઘણી વખત આ પશુઓ અકસ્માતનું કારણ બને છે અથવા તો તેઓ અકસ્માતનો ભોગ બને છે.
આવી સ્થિતિમાં, રસ્તા પર રખડતા પ્રાણીઓની સુરક્ષા માટે એક પોલીસકર્મીએ એવો આઈડિયા અપનાવ્યો જે સોશિયલ મીડિયા પર આ દિવસોમાં વાયરલ થઇ રહ્યો છે અને પોલિસકર્મીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પોલીસ અધિકારીના આ દિલ જીતી લેનારા કૃત્યએ આ દિવસોમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને લોકો પોલીસકર્મીના વખાણ કરતા થાકતા નથી.
વીડિયોમાં પોલીસકર્મીઓ રાત્રે રસ્તા પર રખડતા ઢોરોના ગળામાં રિફ્લેક્ટર બેન્ડ પહેરાવતા જોવા મળે છે. આ અનોખી પહેલ માત્ર પશુઓની સુરક્ષા માટે જ નથી, પરંતુ રસ્તા પર થતા અકસ્માતોને રોકવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહી છે. પોલીસકર્મ દ્વારા ઢોરના ગળામાં જે રિફ્લેક્ટર બેન્ડ પહેરવામાં આવે છે તે વાસ્તવમાં રાત્રિના અંધકારમાં ચમકે છે, જે વાહન ચાલકોને ઢોર જોવામાં મદદ કરે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર @ranvijayT90 નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા લોકો આ પોલિસકર્મીના વખાણ પણ કરી રહ્યા છે.
The Police Officer tied a reflector band around the neck of the Cows to save them form accident in night… pic.twitter.com/mRjHvNUZKL
— Ranvijay Singh (@ranvijayT90) October 6, 2024
