BREAKING: લંડનમાં ફ્લાઇટ ટેકઓફ કર્યા બાદ જ પ્લેન ક્રેશ, આકાશમાં દેખાયો આગનો ગોળો, સામે આવ્યો વિડિયો

લંડનમાં પ્લેન ક્રેશ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટાઓમાં દુર્ઘટના સ્થળેથી આગ અને કાળા ધુમાડાનો ગુબાર નીકળતો જોવા મળી રહ્યો છે.

રવિવારે લંડનમાં એક નાના વિમાનની દુર્ઘટના બનેલી હોવાની ખબર સામે આવી. મળેલી માહિતી અનુસાર લંડનના સાઉથએન્ડ એરપોર્ટ પર રવિવારે એક નાનું વિમાન ક્રેશ થયું. જણાવવામાં આવ્યું કે રનવેથી ટેકઓફ કર્યાની થોડી જ ક્ષણો પછી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. જેના પછી ઘટના સ્થળેથી આગનો ગોળો અને ધુમાડાનો ગુબાર ઊઠતો દેખાયો.

પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ત્યાંનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં આગનો ગોળો ઊઠતો નજરે પડી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિમાન 12 મીટર (39 ફૂટ) લાંબું હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડના લેલિસ્ટેડ જવા માટે ઉડાન ભરવાનું હતું.

સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટાઓમાં આગનો ગુબાર

સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં એરપોર્ટે પ્લેન ક્રેશની ઘટનાની પુષ્ટિ કરી. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે એક સામાન્ય ઉડ્ડયન વિમાન સામેલ હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટાઓમાં દુર્ઘટના સ્થળેથી આગ અને કાળા ધુમાડાનો ગુબાર નીકળતો જોવા મળી રહ્યો છે.

વિમાનમાં સવાર લોકોની માહિતીની રાહ

પ્રત્યક્ષદર્શી જોન જોનસને કહ્યું કે વિમાનના “માથાના બળે જમીનથી અથડાયા” પછી તેમણે એક “મોટો આગનો ગોળો” જોયો. જણાવવામાં આવ્યું કે આ વિમાન લગભગ 12 હવાઈ પ્રવાસીઓને લઈ જવામાં સક્ષમ હતું. જોકે, દુર્ઘટના સમયે પ્લેનમાં કેટલા લોકો સવાર હતા, તેની હજી પુષ્ટિ થઈ શકી નથી.

સાઉથએન્ડ વેસ્ટ એન્ડ લેહના સાંસદ ડેવિડ બર્ટન-સેમ્પસને આ વિમાન દુર્ઘટનાને લઈને પોતાના X એકાઉન્ટથી એક પોસ્ટ શેર કર્યો. સાંસદે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “હું સાઉથએન્ડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના વિશે જાણું છું. કૃપા કરીને તે સ્થળથી દૂર રહો અને તમામ કટોકટીની સેવાઓને તેમનું કામ કરવા દો.”

Previous Article

વેશ્યા કહેતા હતા પિતા, 16 વર્ષની હતી ત્યારે પિતાએ માતાને કહ્યુ હતુ- ધંધો કરાવવા લઇ જાય છે ? દર્દ વ્યક્ત કરતા પોપ્યુલર ટીવી એક્ટ્રેસની હાલત થઇ ખરાબ

Next Article

આકાંક્ષા શર્માનો બોલ્ડ અંદાજ ! બ્લેઝરના બટન ખોલી આપ્યા હોટ પોઝ- તસવીરો જોઇ દીવાના થયા ચાહકો

error: Protected Content!
Exit mobile version