‘કાંટા લગા ગર્લ’ શેફાલી જરીવાલા એ માત્ર 42 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. 20 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરનાર શેફાલીએ ફિલ્મો, ટીવી અને મ્યુઝિક વીડિયોમાં ઘણું કામ કર્યું છે. ત્યારે હવે શેફાલીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના પતિ અને ખાસ મિત્ર સાથે પાર્ટી ઇનજોય કરતી જોવા મળી રહી છે.
ફિલ્મી સ્ટાર અને ક્રિકેટર્સનું ખાસ કનેક્શન જોવા મળે છે. કોઈની જોડી તો કોઈની ફ્રેન્ડશીપ ચર્ચામાં રહેતી હોય છે. આમાંથી એક છે 25 વર્ષનો ક્રિકેટર પૃથ્વી શો. ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ 9 નવેમ્બર 2024ના રોજ પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો તે દિવસ તેમના માટે વધુ ખાસ બની ગયો છે. પૃથ્વી શોએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી જેમાં તે મિત્રો સાથે ડાન્સ પાર્ટી કરતો જોવા મળ્યો. તે વીડિયોમાં શેફાલી જરીવાલા પણ હાજર હતી. શેફાલીના પતિ પરાગે પણ એક ખાસ પોસ્ટ શેર કરીને પૃથ્વી શોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
તે પાર્ટીની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં પૃથ્વી શોની કથિત ગર્લફ્રેન્ડ નિધિ પણ જોવા મળી હતી. હકીકતમાં પરાગ ત્યાગી, શેફાલી અને પૃથ્વી શો સારા મિત્રો હતા. પરાગ ભારતીય ક્રિકેટરને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે. પૃથ્વી પણ તેને ફોલો કરે છે. પતિ પરાગ દ્વારા બંને મિત્રો બન્યા. શેફાલી જરીવાલાનો તે ડાન્સ વીડિયો વાયરલ થયો હતો જેના કારણે ક્રિકેટરને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.
My Man Prithvi Shaw having time which Sachin , Lara , and Sehwag could just dream off 💀💀
.#PrithviShaw pic.twitter.com/Zc1tfsDKf1— Intent Merchant (@Nervous__90s) November 9, 2024
