મૂંછો સાથે જન્મ્યું નવજાત બાળક! ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ થતાં લોકો બોલ્યા- ‘આ દુનિયાનો પહેલો કિસ્સો’

ઇન્ટરનેટ પર એક નવજાત બાળકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે બાળકનો જન્મ મૂંછો સાથે થયો છે. આ વીડિયો કોઈ હોસ્પિટલનો હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં વાદળી રંગની ચાદરવાળા બેડ પર ટુવાલમાં લપેટાયેલું કાળા વાળવાળું આ બાળક ચૂપચાપ લેટેલું નજરે પડી રહ્યું છે. વીડિયોમાં તેને પોતાની આંખો ખોલીને ડોક હલાવતા અને મહિલાના સ્પર્શ કરવા પર હળવું હસતા જોઈ શકાય છે.સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાળક ઇક્વાડોર અથવા ભારતના અગરતલામાં જન્મ્યું છે, પરંતુ તેની પ્રામાણિકતાની પુષ્ટિ થઈ નથી. કેટલાક લોકો આ વીડિયોને મેક્સિકોનો પણ બતાવી રહ્યા છે.

જો તમે વીડિયોને ધ્યાનથી જુઓ, તો બાળકના ચહેરા પર માત્ર મૂંછો જ નથી, પરંતુ તેની હડપચી (ચિન) પર એક નાની ગોટ્ટી (દાઢી) પણ છે. તેની થોડી સંકોચાયેલી ભમરો અને એકીટકે જોતી મોટી-મોટી આંખો જોઈને એવું લાગે છે જાણે તે હમણાં જ દુનિયામાં નથી આવ્યું, પરંતુ કોઈ એવું નિવૃત્ત (રિટાયર્ડ) થયેલું માણસ છે, જે એ વાતથી પરેશાન છે કે દૂધના ભાવ વધી ગયા છે.

આ વીડિયોને @Chevisjunior નામના યુઝરે ટિકટોક પર શેર કર્યો હતો, જે હવે બાકીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે NDTV આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે, તેનો પણ પતો લાગી શક્યો નથી. ઇન્ટરનેટ પર કેટલાક લોકો આ વીડિયો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવેલો હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો બાળકના ક્યૂટ રિએક્શન્સને પસંદ કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

આ અનવેરિફાઇડ ફૂટેજ પર લોકો જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે:

એક યુઝરે લખ્યું, ‘આખરે આ કેવી રીતે બની શકે?’
બીજા યુઝરે લખ્યું, ‘હાહા, આ AI છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે લોકો આના પર વિશ્વાસ કરી રહ્યા છે.’
ત્રીજા યુઝરે લખ્યું, ‘આ કદાચ નોર્મલ ન હોય. પરંતુ 34 વર્ષની ઉંમરે મારી મૂંછો કરતાં આ બાળકની મૂંછો વધુ સારી લાગી રહી છે.’
(Disclaimer: ઉપરોક્ત ખબર સોશિયલ મીડિયા વાયરલ વીડિયો પર આધારિત છે, ગુજ્જુરોકસ કોઇ પણ પ્રકારના દાવાની પ્રામાણિકતાની આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

અનોખી બ્રાઇડલ એન્ટ્રી: ભારે-ભરખમ લેહંગો પહેરી પહાડો પર 18 કિમી ચાલી સાસરે પહોંચી દુલ્હન, કહ્યું- મુખ્યમંત્રીજી હવે તો રસ્તાઓ બનાવડાવો

Next Article

મંગળ ગોચર 2026: મંગળ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, તુલા અને મીન સહિત આ 8 રાશિઓને થશે કારકિર્દી અને બિઝનેસમાં મોટો લાભ, ચમકશે નસીબ

error: Protected Content!
Exit mobile version