1 લાખનું રોકાણ, 20 વર્ષમાં બન્યું 1.68 કરોડ! ટીવીએસ મોટરના શેરે લખી નાખી કમાલની કહાની

1 લાખનું રોકાણ, 20 વર્ષમાં બન્યું 1.68 કરોડ! આ શેરે લખી નાખી કમાલની કહાની, લોકો થયા ખુબ માલામાલ

શેરબજારમાં જો સાચી કંપનીમાં વિશ્વાસ રાખીને લાંબા ગાળે રોકાણ કરવામાં આવે તો નાની રકમ પણ સંપત્તિમાં બદલાઈ શકે છે. તેનો જીવંત ઉદાહરણ છે ટીવીએસ મોટર કંપની. બે દાયકામાં આ કંપનીએ પોતાના રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યા છે.

વર્ષ 2005માં જ્યારે ટીવીએસ મોટરના એક શેરની કિંમત માત્ર 41.25 રૂપિયા હતી, ત્યારે જો કોઈએ 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેને 2424 શેર મળ્યા હોત. બાદમાં 2010માં કંપનીએ 1:1 ના અનુપાતે બોનસ શેર આપ્યા, જેના કારણે એ જ શેરોની સંખ્યા બમણી થઈને 4848 થઈ ગઈ. આજની સ્થિતિમાં જોવામાં આવે તો કંપનીના શેર 3476.95 રૂપિયે બંધ થયા છે. એટલે કે, 20 વર્ષ પહેલાં કરેલું એ 1 લાખનું રોકાણ આજે વધીને આશરે 1.68 કરોડનું થઈ ગયું છે. આ આંકડામાં કંપની દ્વારા મળેલા ડિવિડન્ડનો હિસ્સો પણ ઉમેરવામાં આવ્યો નથી.

ટૂંકા ગાળાના નહીં, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે ટીવીએસ મોટરના શેરે અદ્ભુત ફાયદો કરાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જ શેરની કિંમતમાં 700 ટકા કરતાં વધુનો ઉછાળો નોંધાયો છે, જ્યારે છેલ્લા દસ વર્ષમાં એ 1450 ટકા જેટલો વધી ગયો છે. માત્ર બે વર્ષમાં પણ 138 ટકાનો લાભ મળ્યો છે. હાલમાં કંપનીના શેરે 52 સપ્તાહનું ઊંચું સ્તર 3543.05 અને નીચું સ્તર 2170.05 નોંધાવ્યું છે.

ટીવીએસ મોટર, જે મોટરસાયકલ અને થ્રી-વ્હીલર વાહનો બનાવે છે, એ ભારતીય શેરબજારમાં લાંબા ગાળાના રોકાણનું એક ઉત્તમ ઉદાહરણ બની છે. જેમણે આ પર વિશ્વાસ રાખ્યો હતો, તેઓ આજે ખરેખર કરોડપતિ બની ચૂક્યા છે.

Previous Article

અમેરિકામાં એરપોર્ટ પર 2 વિમાનોની ટક્કરમાં 3 લોકોના મોત, લેન્ડિંગ સમયે આવી ગયા આમને-સામને

Next Article

ભારતીયોએ ઇંગ્લેન્ડ UK માં કર્યુ ગણપતિ વિસર્જન, લોકોએ કહ્યુ- પરંપરા નિભાવો પણ પ્રદૂષણ ના ફેલાઓ

error: Protected Content!
Exit mobile version