મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાએ કંઇક આ અંદાજમાં સેલિબ્રેટ કરી બર્થ ડે, વીડિયોમાં કેક કાપતી આવી નજર

મધ્યપ્રદેશના મહેશ્વરની 16 વર્ષની મોનાલિસા ભોસલે, જે માળા અને રૂદ્રાક્ષ વેચે છે, મહાકુંભ મેળા દરમિયાન કોઇએ તેનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો જેને કારણે તે રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ. ત્યારે હાલમાં જ મોનાલિસાએ 21 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસોમાં મોનાલિસાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હવે તેના જન્મદિવસની ઉજવણીના પણ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે જેને લાખો વ્યૂઝ મળ્યા છે. એક વીડિયોમાં મોનાલિસા કેક કાપતી જોવા મળે છે, જેમાં તેના ચાહકો તેના માટે હેપ્પી બર્થ ડે ગીત ગાતા હોય છે, જ્યારે એક પ્રભાવકે મહાકુંભ મેળામાં તેના માળા વેચવાનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો ત્યારે મોનાલિસાનું સ્ટારડમ વધવા લાગ્યું.

તેનો વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે મોનાલિસાની સુંદર સ્માઇલ અને વાદળી આંખો સાથે તેની સુંદરતાના વખાણ કરવાનું શરૂ કરી દીધું. મોનાલિસાનું વાયરલ થવું એ તેના માટે પરેશાની બની ગયુ, કારણ કે લોકો તેની સાથે ફોટો ક્લિક કરાવા અને તેનો વીડિયો લેવા પડાપડી કરી રહ્યા હતા, જેને કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

Shah Jina
Exit mobile version