પૈઇસાવાલા હો તો અઇસા હો…કરોડપતિના દીકરાએ મોલમાં ફરતા ફરતા કપાવ્યા વાળ !! વીડિયો જોઇ લોકોના મોંથી નીકળ્યા એવા એવા શબ્દો કે….

સોશિયલ મીડિયા પર એક અજીબો ગરીબ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. એક માણસ મોલમાં ફરતા ફરતા વાળ કપાવતો જોવા મળે છે. તે ઇન્ડોનેશિયન કરોડપતિનો પુત્ર બોબી સપુત્રા હોવાનું કહેવાય છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર લાખો વખત જોવામાં આવ્યો છે, અને લોકો આ વીડિયો જોઇ આશ્ચર્યચકિત છે. વીડિયોમાં બોબી ત્રણ લોકોની વચ્ચે ચાલી રહ્યો છે, એક વાળંદ તેના વાળ કાપી રહ્યો છે, બીજો તેના વાળ બ્રશ કરી રહ્યો છે, અને ત્રીજો પાછળ સફાઈ કરી રહ્યો છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “ઇન્ડોનેશિયાના અમીર લોકો કેટલા અમીર છે?” વીડિયો પર ટેક્સ્ટ લખેલા છે, “ઇન્ડોનેશિયન કરોડપતિનો દીકરો મોલમાં ચાલીને વાળ કપાવતો જોવા મળે છે. કોઇ કામ નહિ, તો પણ જલ્દીમાં.” આ વીડિયોએ ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે. આ વીડિયો જોયા પછી એકે લખ્યું, “ગરીબો વચ્ચે અબજોપતિ,” જ્યારે બીજાએ મજાક ઉડાવી, “પૈસા તો છે પણ ક્લાસ નહિ.” એક યુઝરે મજાકમાં કહ્યું, “જો ખોટું પગલું પડ્યુ તો કાન જતો રહેશે.” બીજાએ કહ્યું, “આ સાબિત કરે છે કે પૈસા દિમાગ નથી ખરીદી શકતા.”

જણાવી દઇએ કે, બોબી સપુત્રા અસલી માણસ નથી, તે એક કાલ્પનિક કિરદાર છે જેને ઇન્ડોનેશિયન કન્ટેન્ટ સર્જક બેન સુમદિવિરિયા એ બનાવ્યુ છે, જે ઓનલાઇન “સુપરકૂલબેન” તરીકે ઓળખાય છે. તે બોબીને એક વ્યાવસાયિક પુત્ર, અબજોપતિ પિતાના બગડેલા પુત્ર તરીકે વર્ણવે છે. બેને આ પાત્રને સમાજમાં પ્રવર્તતા ઘમંડ, સગાવાદ અને સંપત્તિના દેખાડાની ટીકા કરવા માટે વ્યંગ તરીકે બનાવ્યું હતું. તેમના મતે, “દરેક વ્યક્તિ એક એવા બોબીને જાણે છે જે ખૂબ જ ધનવાન છે પરંતુ વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અલગ છે.”

Previous Article

1-2 નહિ 6 પત્નીઓ રાખે છે આ વ્યક્તિ અને બધી એકસાથે પ્રેગ્નેટ...ઘરની અંદરના વીડિયોએ મચાવ્યો તહેલકો

Next Article

બિકિનીમાં કહેર વરસાવે છે અનન્યા પાંડે, એક્ટ્રેસની આ તસવીરો જોઇ ફેન્સનો છૂટી જશે પરસેવો...

error: Protected Content!
Exit mobile version