મંગળ-શનિની મહાયુતિ: 20 એપ્રિલથી 5 રાશિના જાતકો માટે શરૂ થશે કસોટીનો સમય, જાણો તમારી રાશિ તો નથી ને..

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું પરિવર્તન હંમેશા ચર્ચાનો વિષય રહે છે, પરંતુ જ્યારે બે પરસ્પર વિરોધી સ્વભાવના ગ્રહો એકસાથે આવે ત્યારે તે મોટી ઉથલપાથલના સંકેત આપે છે. આગામી ૨૦ એપ્રિલ ૨૦૨૬ ના રોજ આકાશમાં આવી જ એક ઘટના બનવા જઈ રહી છે. ન્યાયના દેવતા શનિ અને ગ્રહોના સેનાપતિ મંગળ એક જ રાશિમાં યુતિ કરશે.

1. વૃષભ રાશિ:

આ રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. તમારી વાણી પર સંયમ નહીં રાખો તો બનેલી પ્રતિષ્ઠા ગુમાવવાનો વારો આવી શકે છે. સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો.

2. કર્ક રાશિ:

કર્ક રાશિના જાતકોને પારિવારિક મોરચે અશાંતિનો સામનો કરવો પડી શકે છે. માતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે. વાહન ચલાવતી વખતે અને મિલકતના દસ્તાવેજો પર સહી કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી.

3. તુલા રાશિ:

તુલા રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે કષ્ટદાયક રહેશે. અચાનક ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ જશે. જૂની બીમારીઓ ફરી ઉથલો મારી શકે છે, તેથી સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી.

4. ધન રાશિ:

તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. રોકાણ માટે આ સમય બિલકુલ યોગ્ય નથી, કોઈપણ પ્રકારનું આર્થિક જોખમ લેવું ભારે પડી શકે છે.

5. મીન રાશિ:

મીન રાશિના જાતકોમાં માનસિક ભ્રમ અને અજ્ઞાત ભય રહેશે. વૈવાહિક જીવનમાં ત્રીજી વ્યક્તિના કારણે ગેરસમજ ઉભી થઈ શકે છે. અંગત વાતો કોઈની સાથે શેર ન કરવી.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

14 એપ્રિલથી ભાગ્યના દરવાજા ખોલી નાખશે કુબેર યોગ, આ 4 રાશિના જાતકો થઇ જશે માલામાલ

Next Article

15 એપ્રિલ આજનું રાશિફળ: આ 3 રાશિના જાતકો માટે ભાગ્યોદયના સંકેત!

error: Unable To Copy Protected Content!
Exit mobile version