બ્રેડમાં લગાવ્યુ ગોબર અને ખાઇ ગયો વ્યક્તિ, રીલના ચક્કરમાં આ શું કરી રહ્યા છે લોકો !

આ દુનિયામાં ઘણા વિચિત્ર લોકો છે અને આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વિચિત્ર પ્રવૃત્તિઓ બતાવવા માટે કરી રહ્યા છે. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમને ખબર હશે કે કોઇ શું કહેશે તેનો વિચાર કર્યા વિના લોકો વિચિત્ર વસ્તુઓ કરતા હોય છે અને આવો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે. અત્યાર સુધી આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેને જોયા બાદ લોકોના હોંશ ઉડી ગયા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઇ પણ ચોંકી જાય. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પોતાના ઘરમાં ચા બનાવે છે. તે એક કપમાં ચા નાખે છે અને પછી બે બ્રેડ કાઢે છે પણ તે ચા સાથે ખાતો નથી. ત્યાંથી ઊભો થઈને તે ગાયના છાણ પાસે બેસે છે અને ગાયનું છાણ બે બ્રેડ પર લગાવી ખાય છે. આ વ્યક્તિનો આ બીજો વાયરલ વીડિયો છે જેમાં તે આવું કામ કરતો જોવા મળી રહ્યો છે.

આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ગાયના છાણમાં ભેળવીને રોટલી ખાઈ રહ્યો હતો. વીડિયો જોયા બાદ લોકો ચોંકી ઉઠ્યા હતા. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- શું તમે ખરેખર ખાઓ છો ? અન્ય એક યુઝરે લખ્યું- આવી રીલ્સ જોઈને મારી તર્ક શક્તિ ખતમ થઈ ગઈ છે. અન્ય એક યુઝરે લખ્યું- ભાઈ, હવે તેણે વીડિયો વાયરલ કરવા માટે ગાયનું છાણ પણ ખાવાનું શરૂ કરી દીધું.

Previous Article

બીજો અરમાન મલિક સોશિયલ મીડિયામાં થયો વાયરલ: રોજ પત્નીઓ વચ્ચે વહેંચાય છે બે ભાગમાં...જુઓ તસવીરો

Next Article

નિકાહમાં અચાનક દુલ્હાના છલક્યા આંસુ, બધા હેરાન- આખરે કેમ ? જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version