જલેબી-ફાફડાના શોખીનો માટે દર રવિવારની સવાર જલેબી વિના અધૂરી રહે છે. જલેબી ભારતની તમામ મીઠાઈઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. જેનું કારણ તેને સરળતાથી તૈયાર હોવા સાથે સાથે ક્રિસ્પી પણ હોય છે. પરંતુ ક્રિસ્પી જલેબી ખાવા માટે તમારે તેને ગરમાગરમ ખાવી પડતી હોય છે. વેલ, જો ભારતમાં જલેબી એટલી લોકપ્રિય છે, તો વિદેશીઓને તે કેવી રીતે પસંદ ન આવે.
ભારતની ટૂર પર આવેલી રશિયન ઇન્ફ્લુએન્સર મારિયા ચુગનો જલેબી ખાવાનો વીડિયો આ સમયે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણા દેશની મીઠાઈ ખાધા પછી વિદેશીઓનું શું રિએક્શન આવે છે તે જોવા માટે યુઝર્સ પણ આ વીડિયોને પૂરા રસથી જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ રીલને 8.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ વીડિયોની શરૂઆતમાં જ રશિયન ઇન્ફ્લુએન્સર કહે છે કે તે આજે ભારતીય મીઠાઈ ટ્રાય કરવા જઈ રહી છે. આ પછી તે જલેબી સ્ટોલ પર જાય છે અને 20 રૂપિયાની જલેબી ખરીદે છે. જેવું જ તે પહેલુ બાઇટ લે છે કે ઘણી ખુશ દેખાય છે. પહેલુ બાઇટ ખાતા જ તે કહે છે કે ખરેખર ખૂબ જ સરસ છે, આ કેટલી મીઠી છે. ઇન્ટરનેટ યુઝર્સ રશિયન મહિલાની સાદગીથી મંત્રમુગ્ધ થઇ જાય છે.
લોકો કમેન્ટ સેક્શનમાં રશિયન ઈન્ફ્લુઅન્સરનાં વખાણ કરી રહ્યા છે અને સાથે સાથે તેને સલાહ પણ આપી રહ્યા છે. ઇન્સ્ટા પર વીડિયો શેર કરતા @mariechugએ લખ્યું- રશિયન કુડીએ પહેલીવાર જલેબી ટ્રાય કરી છે. હું જલેબી ટ્રાય કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી અને મેં તેને ટ્રાય કરી. શું તમે મને અજમાવવા માટે વધુ ભારતીય મીઠાઈઓના નામ કહી શકો છો ?
