સાડીમા માહિરા શર્માનો કિલર લુક, બેલી ચેઇન કરી ફ્લોન્ટ તો ચાહકો બોલ્યા વાહ
પોપ્યુલર ટીવી એક્ટ્રેસ માહિરા શર્મા ફરી એકવાર લાઇમલાઇટમાં છે. તાજેતરમાં, અભિનેત્રીએ ઝી સિને એવોર્ડ્સ 2025 માં હાજરી આપી હતી. આ દરમિયાન, ‘નાગિન 3’ એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. માહિરાએ આ દરમિયાન કરેલા ફોટોશૂટની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
જણાવી દઈએ કે લોકો માહિરાને ટીવીની કરીના કપૂર કહે છે કારણ કે તેના નેન-નક્શ ઘણી હદ સુધી બેબો જેવા છે. માહિરા શર્મા એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન 3’ અને સલમાન ખાનના વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ 13’માં જોવા મળી છે. જે તસવીરો માહિરાએ શેર કરી છે તેમાં તેણે પોતાનો પરંપરાગત અવતાર સ્ટાઇલિશ રીતે રજૂ કર્યો છે.
માહિરાએ પીચ સિક્વન્સ સાડી પહેરી છે અને આ સાડી સાથે તેણે જે બ્લાઉઝ કેરી કર્યો છે તેની ડિઝાઇને એક્ટ્રેસના એકંદર દેખાવમાં ઉમેરો કર્યો છે. અભિનેત્રીના બ્લાઉઝનો પાછળનો ભાગ એકદમ સ્ટાઇલિશ છે. માહિરા શર્માએ આ લુકમાં ઘણી તસવીરો શેર કરી છે. માહિરાએ પોતાના પલ્લુને હલાવતા પણ ઘણા ફોટા શેર કર્યા છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
લોકો અભિનેત્રીની તસવીરો પર સતત કમેન્ટ કરી તેની તારીફ કરી રહ્યા છે. માહિરાની પેન્સિલ હાઈ હીલ્સે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા. આ ઉપરાંત સાઈડ પોઝમાં માહિરાનું ફિગર પર પરફેક્ટ રીતે હાઇલાઇટ થઇ રહ્યુ છે. તેની બેલી ચેઇન પણ અદ્ભુત છે. ઓવરઓલ, માહિરાનો આ સાડી લુક ખૂબ જ સુંદર છે.
