સુંદર સાધ્વી હર્ષા રિછારિયા પર વધુ એકે ઉઠાવ્યો સવાલ, કહ્યુ- જો આવું બધુ કરવું છે તો…

મહાકુંભમાં આવેલ હર્ષા રિછારિયાના પહેલા અમૃત સ્નાનમાં સામેલ થવા પર અને મહામંડલેશ્વરના શાહી રથ પર સવાર થવા પર વિવાદ વધી રહ્યો હોય તેવું લાગે છે. સાધુઓ અને સંતોએ આનો સખત વિરોધ કર્યો છે. ત્યાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ સવાલો ઉઠાવ્યા. જેને શ્રી પંચદશનમ જુના અખાડાના મહામંડલેશ્વર મા યોગ યોગેશ્વરી યતી દ્વારા સમર્થન આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે હર્ષાએ આ રીતે સામે આવવાનું ટાળવું જોઈએ.

મહામંડલેશ્વર મા યોગ યોગેશ્વરી યતિએ કહ્યું કે હર્ષા રિછારિયા ગ્લેમરની દુનિયામાંથી છે, જો તે આ બધું કરવા માંગતી હતી તો તેણે ઓછામાં ઓછા 12 વર્ષ સુધી ગુમનામ રીતે તપ કરવું જોઇતુ હતુ. દરેક વ્યક્તિનું ભૂતકાળનું જીવન હોય છે, તેમાં કોઈ વાંધો નથી, પણ તેણે શાહી રથમાં સવાર નહોતુ થવું જોઈતું. બીજી સ્ત્રી સંન્યાસીઓ પણ છે જે ભીડમાં શાંતિથી ચાલે છે. વાસ્તવમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ હર્ષા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતુ કે સંતો અને ઋષિઓના શાહી રથમાં એવી વ્યક્તિને સ્થાન આપવું યોગ્ય નથી જેણે હજુ સુધી નક્કી કર્યું નથી કે તે લગ્ન કરવા માંગે છે કે સંન્યાસની દીક્ષા લેવા માંગે છે. ભગવા વસ્ત્રો પહેરીને તે શાહી રથ પર જે રીતે બેઠી હતી તે સંપૂર્ણપણે ખોટી હતી. તેમણે સામાન્ય ભક્તો તરીકે ભાગ લેવો જોઈતો હતો. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે આવી પરંપરા શરૂ કરવી ખોટી છે. મહાકુંભમાં, વ્યક્તિએ ચહેરાની સુંદરતા નહીં પણ હૃદયની સુંદરતા જોવી જોઈએ. તેમણે તેને વિકૃત માનસિકતાનું પરિણામ ગણાવ્યું.

જણાવી દઈએ કે હર્ષા અગાઉ અમૃત સ્નાન દરમિયાન નિરંજની અખાડાના શિબિરમાં પ્રવેશ દરમિયાન સંતો સાથે રથ પર બેઠેલી જોવા મળી હતી. આ પછી ઘણા સંતોએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો. જો કે, હર્ષાએ પણ આ સમગ્ર વિવાદ પર પોતાનો ખુલાસો આપ્યો અને કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું સાધ્વી છું. આ માટે જરૂરી તપ અને દીક્ષા મેં લીધી નથી. હું ફક્ત મારા ધર્મનો પ્રચાર કરવા માંગુ છું. જેથી યુવાનો તેમના ધર્મ તરફ આકર્ષાય અને હું સનાતન ધર્મ માટે કામ કરવા માંગુ છું.

Previous Article

હે રામ....કચ્છમાં વધુ એક ગ્રીષ્માકાંડ: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીની હત્યા કરી, જાણો સમગ્ર મામલો

Next Article

જ્યારે પતિ સૈફ પર થયો હુમલો ત્યારે પાર્ટી કરી રહી હતી કરીના...? જાણો કેવો હતો એક્ટર પર હુમલા દરમિયાનનો અંદરનો નજારો

error: Protected Content!
Exit mobile version