FACT CHECK: નાની ડ્રેસમાં મહાકુંભની મોનાલિસાએ કરી મોડેલિંગ? આવું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો ચોંકી ગયા…

મહાકુંભમાં માળા વેચીને ચર્ચામાં આવેલી મોનાલિસા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં હાલમાં જોરદાર રીતે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોનાલિસા વ્હાઇટ શોર્ટ્સ અને બ્લેક બેકલેસ ટોપમાં સ્ટાઈલિશ લુક સાથે રેમ્પ વોક કરતી નજરે પડે છે. ખુલ્લા વાળ, સ્મોકી મેકઅપ અને કાતિલ અદાઓ સાથે તેઓએ એવી વૉક કરી કે લોકોને એક પળ માટે વિશ્વાસ જ ન થયો કે આ જ તે જ મહાકુંભની મોનાલિસા છે.

વિડિયો જોયા બાદ સોશ્યલ મીડિયા પર યુઝર્સ એક પછી એક કોમેન્ટ કરતા જોવા મળ્યા. કોઈએ લખ્યું કે પૈસા માણસને ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકે છે, તો કોઈએ કહ્યું કે આ છોકરીનું રૂપ, રંગ, ચાલ-ઢાલ બધું જ એકદમ બદલાઈ ગયું છે. કેટલાક લોકો તો એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમણે સીધો સવાલ કર્યો કે “શું આ ખરેખર એ જ મોનાલિસા છે?”

પણ અહીં સત્ય થોડું અલગ છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે હકીકતમાં રિયલ નથી. તે વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એટલી બારીકી અને સફાઈથી એડિટિંગ કરવામાં આવ્યું છે કે સામાન્ય આંખે કોઈને ફરક પકડવો મુશ્કેલ છે. આ કારણસર જ લોકો વીડિયો જોઈને દંગ રહી ગયા છે અને એ માનવા માટે તૈયાર નથી કે આ માત્ર ટેક્નોલોજીનું કમાલ છે.

ભલે જ આ વીડિયો ફેક હોય, પરંતુ મોનાલિસાનું નામ ફરીથી ચર્ચામાં આવી ગયું છે. સોશિયલ મીડિયા પર તેમનો લુક, અંદાજ અને આ કથિત ‘ટ્રાન્સફોર્મેશન’ ટ્રેન્ડિંગ ટોપિક બન્યો છે. લોકોએ ચર્ચા શરૂ કરી દીધી છે કે AIનાં યુગમાં હવે સચ્ચાઈ અને નકલી વચ્ચેની રેખા ઓળખવી કેટલી મુશ્કેલ થઈ રહી છે.

( ડિસ્ક્લેમર: ગુજ્જુ રૉક્સ કોઈપણ પ્રકારના AI ફોટો અને વીડિયોનું પ્રોત્સાહન કરતું નથી. )

Previous Article

નેપાળના નાણામંત્રીની ફિલ્મી અંદાજમાં પિટાઇ, Gen-Z યુવાનોએ રસ્તા પર દોડાવી-દોડાવી વરસાવ્યા લાત-મુક્કા

Next Article

રમતા રમતા થમી ગઇ 10 વર્ષના માસૂમની ધડકન, ગણેશ પંડાલમાં આવ્યો હાર્ટ એટેક- માતાના ખોળામાં તોડ્યો દમ

error: Protected Content!
Exit mobile version