લગ્નના બંધનમાં બંધાઈ ગઈ બોલીવુડની ફેમસ અભિનેત્રી, લાલ સાડીમાં લાગી રહી હતી ગજબની સુંદર- જુઓ ફોટા

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. સામાન્ય માણસની જેમ સેલેબ્સના લગ્નની ખબરો પણ સામે આવી રહી છે જેને સાંભળીને ચાહકો પણ ખુશ ખુશાલ થઇ જાય છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની ખબરે ચાહકોને હેરાનીમાં મૂકી દીધા હતા. લગ્ન બંધનમાં બંધાનારી આ અભિનેત્રીનું નામ છે માનવી ગાગરું. જેણે એમઝોન પ્રાઈમની બહુ ચર્ચિત વેબ સિરીઝ “ફોર મોર શોટ્સ”માં રિચ મહિલા રિદ્ધિ પટેલનું પાત્ર નિભાવ્યું હતું.

માનવી ગાગરુંએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અભિનેતા અને કોમેડિયન કુમાર વરુણ સાથે લગ્ન કર્યા. લગ્નનો ખુલાસો અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર કર્યો છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વરુણ સાથેના લગ્નની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

માનવીએ અચાનક પોતાના લગ્નની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અભિનેત્રીના લગ્નની તસવીરો જોઈને તમામ ચાહકો ચોંકી ગયા છે. માનવીએ વરુણ સાથે લગ્ન કર્યા છે. આ દંપતીના લગ્ન એક પ્રાઇવેટ સેરેમનીમાં થયા હતા. લગ્નમાં બંનેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

તેમના લગ્નની તસવીરો શેર કરતા માનવીએ કેપ્શનમાં લખ્યું, “આજે 23 ફેબ્રુઆરી 2023ની આ પેલિન્ડ્રોમ તારીખે અમે અમારા નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં તેને સત્તાવાર બનાવ્યું.” લગ્નની તસ્વીરોમાં માનવી બ્રાઈટ રેડ સાડી પહેરીને સુંદર લાગી રહી છે. બીજી તરફ વરુણે ક્રીમ કલરની શેરવાની પહેરી છે, જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો છે.

માનવી અને વરુણના લગ્નના સમાચાર સામે આવતાં ચાહકો ખૂબ જ ખુશ છે. ચાહકો કપલના લગ્નની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે તેઓએ તેમના સંબંધોને આગળ વધાર્યા છે અને એકબીજા સાથે લગ્ન કર્યા છે. તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

Previous Article

ભારતના આ દિગ્ગજ ખેલાડી પર તૂટ્યો દુઃખોનો પહાડ, પિતાના નિધનથી તૂટી ગયો ક્રિકેટર..

Next Article

હનીમુન મનાવી પરત ફરેલી કિયારા અડવાણી પાસે જોવા મળી એટલી મોંઘી વસ્તુ કે કિંમત જાણી હોંશ ઉડી જશે

error: Protected Content!
Exit mobile version