નાનકડા દીકરાને કૃષ્ણ બનાવી ચાલુ બાઇકે બનાવી રિલ, આ વીડિયો તમે જોયો ?

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ બાઇકે એક પિતા પોતાના બાળકને નબાલ ગોપાલ બનાવીને જઇ રહ્યા છે અને સાથે રિલ પણ બનાવી રહ્યા છે.આ ક્યુટ વીડિયો તન્મય રાજલે દ્વારા શેર કર્યો હતો જેના 88 મિલિયનથી વધુ વ્યુઝ છે.

આ વીડિયો વાયરલ તો થઇ રહ્યો છે પણ લોકો પિતા પર ગુસ્સે ભરાયા છે. લોકોનું કહેવું છે કે  આ રીતે રિલ બનાવવી બાળકના અને પોતાના જીવ સાથે રમત રમવા જેવું છે. એક યુઝરે લખ્યું કે આ ખૂબ જ ખતરનાક છે. જો તમે તમારા બાળકના જીવન સાથે રમત રમી રહ્યા છો…જ્યારે બીજા એક યુઝરે કહ્યું કે આવનારી likes અને views માટે આવનારી પેઢીના જીવનને જોખમમાં ન નાંખો.

કરોડોથી વધારે વ્યુઝ મેળવેલી આ રિલ પર લોકોને ગુસ્સો આવી રહ્યો છે કારણકે ફક્ત વ્યુઝ માટે કોઈપણ સેફ્ટી વગર રિલ બનાવવામાં આવે છે અને લોકોના જીવને જોખમમાં મુકવામાં આવે છે.  તમે પણ અમને જણાવી શકો છો કે આવી રીતે રિલ બનાવવી યોગ્ય છે?

Previous Article

આ કોઇ તળાવ નથી, રસ્તા છે...કંટેંટ ક્રિએટરે બોટ ચલાવી બતાવ્યો મુંબઇનો હાલ- વીડિયો થયો વાયરલ

Next Article

ના તો ધર્મ બદલ્યો અને ના તો લગ્ન કર્યા...સિંદૂર વાળી રાધાએ માર્યો યૂ-ટર્ન, હર્ષિત સાથે લિવ ઇનમાં રહી રહી છે દાનિયા ખાન

error: Protected Content!
Exit mobile version