‘તેમને મને ફાર્મહોઉસ પર બોલાવી’, સલમાન ખાનને લઇને કીચા સુદીપની પુત્રીએ કર્યો મોટો ખુલાસો, કહ્યુંકે; ‘હું તેમની સાથે..’ જાણો સમગ્ર વાત

કીચા સુદીપ ‘ડબંગ 3’ માં સલમાન ખાન સાથે કામ કર્યું હતું, અને ફિલ્મના શૂટિંગ દરમિયાન કિચા સુદીપની પુત્રી પણ તેની સાથે હતી. તે સમયે કીચાની પુત્રી સાનવી સુદીપ 14 વર્ષની હતી. હવે તેણે સલમાન વિશે એક મુલાકાતમાં વાત કરી અને કહ્યું કે અભિનેતાને ઘણો ખોટો સમજવામાં આવે છે જોક તે ખુબ જ પ્રેમાળ માણસ છે. સાનવી સુદીપે કહ્યું કે સલમાને તેને ત્રણ દિવસ માટે તેના ફાર્મહાઉસ પર કેવી રીતે બોલાવી.

તેને તેની પણ પરવાના કરી કે તેના પેરેન્ટ્સ પણ ત્યાં હાજર છે.સાનવી સુદીપ હવે 21 વર્ષની છે. તેમણે જિનલ મોદીને યુટ્યુબ ઇન્ટરવ્યુમાં ‘ડબંગ 3’ ના શૂટિંગ દરમિયાન સલમાનને લગતી વાર્તાઓ શેર કરી. સાનવીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તે નાની હતી, ત્યારે તેણે સલમાન માટે બ્રેસલેટ પણ બનાવ્યું હતું, જે અભિનેતાએ બિગ બોસમાં પણ પેહર્યું હતું. સાનવીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે પાપા કીચ સુદીપ તેને ‘ડબંગ 3’ ના સેટ પર લઈ ગયા, ત્યારે સલમાને તેને માન્યતા આપી.

સાનવી સુદીપે કહ્યું, ‘તે મારા જીવનનો સૌથી મનોરંજક અનુભવ હતો. પાપા તે ફિલ્મમાં કામ કરતા હતા (ડબંગ 3). શૂટ પછી, પાપા મને મુંબઇ લઈ ગયા, અને પછી અમે સલમાન સરના ઘરે જમવા ગયા. તે મારા માટે આશ્ચર્યજનક હતું. મેં સલમાન સરને જોયા અને હું પાગલ થઇ ગઈ કે આ તો સર છે. તેમનો ગજબનો ઓરા હતો.’સાનવીએ વધુમાં કહ્યું, ‘તેમને મારા પર એટલો પ્રેમ આવી રહ્યો હતો કે તેઓએ મને ગાવાનું કહ્યું. તેથી મેં તેમના માટે એક ગીત ગાયું અને સવારે 3 વાગ્યે તેમણે તેમના મ્યુઝિક ડિરેક્ટરને બોલાવ્યા અને કહ્યું કે હું આ છોકરી મોકલી રહ્યો છું. હું ઇચ્છું છું કે તમે તેને ટ્રેક પર રેકોર્ડ કરો, તેનો અવાજ રાખો, જો આપણને કોઈ કામ માટે જરૂર હોય. હું બીજા દિવસે જતી રહી.’

સાનવીએ ફરીથી કહ્યું, ‘તે પછી, સલમાન સર મને તેમના ફાર્મહાઉસ પર પાછી બોલાવી. મારા માતાપિતા નજીકમાં છે કે નહીં તેની તેમને પરવા નહોતી. સવારથી રાત સુધી હું તેમની સાથે રહી. તેઓએ મનેજવાથી ના પાળી.’સાનવી સુદીપે કહ્યું કે સલમાનને ઘણા ખોટા સમાજવામાં આવે છે, જ્યારે તેઓ એક સારા વ્યક્તિ છે. સાનવીના જણાવ્યા મુજબ, તેમણે અભિનેતા સાથે ઘણો સમય પસાર કર્યો. સલમાન તેને જીમમાં પણ સાથે લઈ જતો હતો. સલમાને સાનવીને ગાડીઓ પણ બતાવી અને જંગલમાં ફરવા લઇ જતો હતો. સાનવીએ કહ્યું કે સલમાને તેને બગાડી દીધી.

Previous Article

પાકિસ્તાન અને દિલ્હીની મેટ્રોમાં શું છે ફરક ? જાણો કેટલી અલગ છે- ઇન્ફ્લુએન્સરે બતાવ્યો હાલ

Next Article

મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટના હતા પ્રમુખ

error: Protected Content!
Exit mobile version