દાન કરવા માટે અમીર હોવું જરૂરી નથી, પરંતુ તમે દિલથી કેટલા અમીર છો એ મહત્વનું છે. આ સાચું કરીને બતાવ્યું છે કર્ણાટકના રાયચૂરની એક 60 વર્ષની મહિલાએ. મહિલા પોતે ભીખ માંગીને જીવનનિર્વાહ કરે છે પરંતુ તેણે પોતાના મુશ્કેલ દિવસો માટે જે રકમ બચાવીને પાસે રાખેલી હતી તેને જ તેણે દાન કરી દીધી છે. એક ભીખ માંગનારી મહિલાએ જે રકમ દાન કરી છે, તે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે.
હા, મહિલાએ હજાર બે હજાર નહીં પરંતુ સંપૂર્ણ 1.83 લાખ રૂપિયા દાન કર્યા છે.60 વર્ષની રંગમ્માએ ભીખ માંગીને પૈસા ભેગા કર્યા હતા. તેમણે દાન આપનારાઓ માટે એક આદર્શ સ્થાપ્યો છે. રાયચૂરના બિજનગરા તાલુકામાં હનુમાન મંદિરનું જીર્ણોદ્ધાર થવાનું છે જેના માટે મહિલાએ આ રકમ દાન કરી છે. રંગમ્માના આ દાન વિશે સાંભળીને બધા ખૂબ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને તેમની પ્રશંસા કરી રહ્યા છે.
રંગમ્મા છેલ્લા લગભગ 6 વર્ષથી ભીખ માંગીને પૈસા ભેગા કરી રહી હતી. તેણે ત્રણ બોરીઓમાં આ પૈસાઓ રાખેલા હતા. આ છૂટક પૈસાઓ ગિનવા માટે 20થી વધુ લોકોએ 6 કલાક લગાવ્યા.રંગમ્મા લગભગ 40 વર્ષ પહેલા આંધ્ર પ્રદેશથી બિજનગેરા ગામમાં આવેલી હતી. ગામના લોકો કહે છે કે રંગમ્મા ત્યારથી લઈને અત્યાર સુધી ભીખ માંગે છે. જ્યારે રંગમ્માની નોટોની ગિણતી શરૂ કરાઈ તે દરમિયાન પતા પડ્યું કે તેમના લગભગ 20 હજાર રૂપિયા બગડી ચૂકા હતા.
આ પહેલા રંગમ્માએ ગામવાસીઓની મદદથી ભીખના લગભગ 1 લાખ રૂપિયાથી એક ઘર બનાવ્યું હતું. રંગમ્માએ જણાવ્યું કે તેમણે જે આ દાન આપ્યું છે તેનાથી તેમને ખૂબ આનંદ મળી રહ્યો છે.ગામવાસીઓએ રંગમ્માના બોક્સ અને પોટલાઓમાં રાખેલા પૈસા જોયા હતા. જેના પછી તેમણે કહ્યું કે તે મંદિરના જીર્ણોદ્ધાર માટે દાન કરવા માંગે છે. આ પછી ગામવાસીઓની સામે તે એક મહાન દાનવીર બની ગયા.
