બાળકને સ્કૂલની બસમાં ચઢાવતા સમયે માતાને લાગ્યો ઇલેક્ટ્રિક શોક, ઉઠવા લાગી ચિંગારિયા; જુઓ વીડિયો

કર્ણાટકના કલબુર્ગીમાં એક મહિલા તેના પુત્રને સ્કૂલ બસમાં બેસાડતી વખતે ઇલેક્ટ્રિક શોકનો શિકાર બની હતી. આ અકસ્માતમાં મહિલાનો પુત્ર પણ ઘાયલ થયો હતો. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે લગભગ 9.20 વાગ્યે 34 વર્ષિય ભાગ્યશ્રી રોજની જેમ તેના પુત્રને સ્કૂલ બસમાં મૂકવા માટે કલબુર્ગી શહેર ગઈ હતી. મોહન લોજ રોડ પરના બસ સ્ટોપ પર સ્કૂલ બસની રાહ જોઈ રહી હતી. બસ આવતાની સાથે જ ભાગ્યશ્રીએ તેના પુત્રને બસમાં બેસાડ્યો અને અચાનક જ નીચે પડી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર બસ બસ સ્ટોપ પાસે લટકતી ઈલેક્ટ્રીક કેબલના સંપર્કમાં આવી ગઈ હતી.

જ્યારે ભાગ્યશ્રીએ બસને સ્પર્શ કર્યો ત્યારે તેને અર્થિંગને કારણે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. ભાગ્યશ્રીના પરિવારની ફરિયાદ પર પોલીસે વિજળી વિભાગ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે ઘટના બની ત્યારે ત્યાં હાજર લોકોએ ભાગ્યશ્રી અને તેના પુત્રને બચાવી લીધા હતા અને હોસ્પિટલ લઈ ગયા હતા. ભાગ્યશ્રીને ગંભીર ઈજા થઈ છે અને હાલ તેની હાલત ગંભીર છે. પરંતુ બાળક ખતરાની બહાર છે.

Previous Article

નશામાં ધૂત મહિલાએ કારથી 14 વર્ષની આશિમાને કચડી, સગીરનું મોત- પોલિસે પકડી તો હાથ જોડવા લાગી

Next Article

ખેડાના કપડવંજ-નડિયાદ રોડ પર થાર અને એસટી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, થાર ચાલકનું મોત-ડઝનથી વધુ ઘાયલ

error: Protected Content!
Exit mobile version