જાનકી બોડીવાલાનો બોલિવૂડમાં જબરદસ્ત કદમ, ‘શૈતાન’ પછી જોવા મળશે રાણી મુખર્જીની ‘મર્દાની 3’, નિભાવશે દમદાર પોલીસ ઓફિસરનું કેરેક્ટર
2014 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્દાની’માં, અભિનેત્રી રાણી મુખર્જીએ પોલીસની મજબૂત ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ એકદમ સફળ રહી. ફિલ્મની સફળતા પછી, રાણી મુખર્જી ‘મર્દાની 2 માં દેખાયા. આ ફિલ્મ 2019 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ રહી હતી. હવે ફેન્સ તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.વર્ષ 2024 માં, સમાચાર આવ્યા કે ફિલ્મ નિર્માતા ‘મર્દાની 3’ પર કામ કરી રહ્યા છે.
પિંકવિલાના એક અહેવાલ મુજબ, આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ ‘મર્દાની 3’ ની શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2026 માં હોળીના પ્રસંગે રિલીઝ થશે.વેબસાઇટ અનુસાર, અભિનેત્રી જાનકી બોડીવાલા પણ ફિલ્મ ‘મર્દાની 3’ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જનકી બોડીવાલાએ ‘શેતાન’ ફિલ્મમાં સારી ભૂમિકા ભજવી હતી. રાણી મુખર્જી અને આદિત્ય ચોપડાને આનાથી પ્રભાવિત થયા છે, તેથી તેઓએ જાનકી બોડીવાલાને ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપી છે.
તે ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં કરવામાં આવી રહ્યું છે.અહેવાલ છે કે ‘મર્દાની 3’ તેના પભુતપૂર્વના બંને પાર્ટ્સ કરતા જબરદસ્ત હશે. અગાઉની ફિલ્મો સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી. તે જ રીતે આ ફિલ્મ પણ સામાજિક મુદ્દાઓ પર હશે.જાનકી બોડીવાલાએ બોલિવૂડની શરૂઆત ફિલ્મ ‘શેતાન’ સાથે કરી હતી. તે સાથે જ તે ગુજરાતી ફિલ્મ ઈન્ડિસ્ટ્રીમાં મહત્વની એકટ્રેસ છે. હવે તે બોલિવૂડમાં ‘મર્દાની 3’ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
જાનકી બોડીવાલા ફિલ્મ ‘શેતાન’માં સારો અભિનય કરવા બદલ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના હસ્તે IIFA એવોર્ડ પણ મળી ચુક્યો છે.’મર્દાની 3’ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ રિલીઝ થવાની છે. આ બેનર હેઠળ ચાર ફિલ્મો રજૂ થવાની છે. ‘સૈયારા’ 18 જુલાઈ, ‘વોર 2’ 2 ઓગસ્ટ, ‘અલ્ફા’ 25 ડિસેમ્બર અને 27 ફેબ્રુઆરી 2026 ના રોજ ‘મર્દાની 3’ રિલીઝ થવાની છે.