અમેરિકાના એક શોપિંગ કોમ્પ્લેક્ષમાં ચોરી કરતી એક ભારતીય મહિલા પકડાઈ ગઈ. પોલીસ સમક્ષ રડતી અને વિનંતી કરતી એક યુવતિનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેનાથી ભારે રોષ ફેલાયો છે. વીડિયોમાં ભારતીય મહિલા વારંવાર અધિકારીઓની માફી માંગતી જોઈ શકાય છે, અને દાવો કરે છે કે તે આકસ્મિક રીતે વસ્તુની ચૂકવણી કરવાનું ભૂલી ગઇ હતી.
અધિકારીઓએ વારંવાર તેને પાછળ ફરવાનો આદેશ આપ્યો હોવા છતાં, તે રડતી રહી અને હાથ જોડીને વિનંતી કરતી રહી. વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે મહિલા અધિકારીઓને પૂછે છે કે હાથકડી લગાવ્યા પછી તેનું શું થશે. એક અધિકારી તેને કહે છે કે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે, કાગળકામ પૂર્ણ કરવામાં આવશે, અને થોડા કલાકોમાં છોડી દેવામાં આવશે.
આ પછી તે રડતી રડતી પૂછે છે કે શું તે તેના પતિને ફોન કરી શકે છે, પરંતુ અધિકારીઓ સાંભળવાનો ઇનકાર કરે છે. વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલો આ વિડીયો શિકાગો નજીકના શામ્બર્ગનો છે જોકે જુલાઈ 17ની આ ઘટનાના બોડીકેમ ફુટેજ છેક હવે બહાર આવ્યા છે.
કાઠિયાવાડી ટોનમાં ઈંગ્લિશ બોલી રહેલી ગુજરાતી યુવતી અમદાવાદની હોવાની IamGujarat ના અહેવાલમાં કહેવાયુ છે. ભારતમાં મેરેજ કર્યા પછી તે લગભગ બે વર્ષ પહેલા પતિ સાથે અમેરિકા ગઈ હોવાનું અને સ્ટૂડન્ટ વિઝા પર હાલમાં અમેરિકામાં હોવાનું સામે આવ્યુ છે જ્યારે તેનો પતિ H-1B પર હોવાનું કહેવાય છે.
Another Indian woman was arrested after trying to slip out of a Target store with unpaid items. When caught, she repeated the classic plea ‘I’m sorry, please, just this once!’ mantra but the officers didn’t let it slide. Actions have consequences!! pic.twitter.com/6obroobWCU
— ExposeIT⚡️ (@RealWaKhan) October 31, 2025
