ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં નિયમો અનુસાર, એક ઓવરમાં 6 બોલમાં હોય છે અને દરેક બોલ પર ફક્ત એલ જ છક્કો લગાવી શકાય છે. તેથી વધુમાં વધુ એક ઓવરમાં 6 જ છક્કા લગાવી શકાય છે. પરંતુ, ભારતનો એક બેટ્સમેન એવો પણ છે જેને એક ઓવરમાં સળંગ 7 છક્કા મારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વના કોઈ પણ બેટ્સમેન માટે એક ઓવરમાં 7 છક્કા મારવા અસંભવની બરાબર છે. જોકે ભારતના એક બેટ્સમેને આ કરિશ્મો કરીને ઇતિહાસ રચી દીધો છે.
ભારતના દમદાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડએ 28 નવેમ્બર 2022એ એક એવો કરણામો કર્યો જેને ક્રિકેટ જગતને હેરાન કરીને રાખી દીધું. પહેલી વાર ક્રિકેટમાં કોઈ બેટ્સમેને એક ઓવરમાં સળંગ 7 છક્કા મર્યા હતા.ઘરેલું ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમતા વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટની ક્વાર્ટર -ફાઇનલ મેચ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે આ અનન્ય વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વિજય હઝારે ટ્રોફીની ક્વાર્ટર -ફાઇનલ મેચ 28 નવેમ્બર 2022 ના રોજ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમવામાં આવી હતી.
મહારાષ્ટ્ર તરફથી રમતા, ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમા સતત 7 છક્કા મારી દીધા. ઋતુરાજ ગાયકવાડ આ ઓવરમાં સતત 7 છક્કા એટલે મારી શક્યો, કારણકે બોલરે આ ઓવર દરમિયાન એક નોબોલ પણ નાખ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે આ દરમિયાન ઉત્તર પ્રદેશના ડાબા હાથના સ્પિનર શિવા સિંહને ધોઈ દીધો હતો.શિવા સિંહે આ ઓવરમાં 1 નોબોલને ઘણીને ટોટલ 7 બોલ નાખ્યા હતા. આ બધા બોલ પર ઋતુરાજ ગાયકવાડે સતત 7 છક્કા માર્યા હતા. શિવા સિંહની આ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે કુલ 43 રન જોડ્યા હતા.
ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશ સામેની આ ક્વાર્ટર -ફાઇનલ મેચમાં 159 બોલમાં 220ની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ સમય દરમિયાન, ઋતુરાજ ગાયકવાડના બેટમાંથી 10 ચોગ્ગા અને 16 ટેબુરસ સિક્સર વાગ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે 6 વનડે અને 23 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઋતુરાજ ગાયકવાડે વનડેમાં 115 રન અને ટી 20 ઇન્ટરનેશનલમાં 633 રન બનાવ્યા છે. આઈપીએલમાં ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. ઋતુરાજ ગાયકવાડે 71 આઈપીએલ મેચોમાં 2502 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 20 હાલ્ફ સદીઓ શામેલ છે.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
