મોં માગી ફીસ લે છે આ 5 ખૂબસુરત પંજાબી એક્ટ્રેસ, સાંભળી ઉડી જશે હોંશ

પંજાબી ગીતોની જેમ પંજાબી એક્ટ્રેસેસ પણ લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. ઘણી પંજાબી અભિનેત્રીઓએ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. કેટલીક એવી એકેટ્રેસ છે જે કોઈપણ ફિલ્મ કે મ્યુઝિક વીડિયો માટે મોં માગી ફીસ લે છે.

શરગુન મહેતા
આ લિસ્ટમાં પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ અને રવિ દુબેની પત્ની શરગુન મહેતાનું નામ સામેલ છે. શરગુન પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. શરગુને ઘણી મોટા બજેટની પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણા સુપરહિટ મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, શરગુન એક પંજાબી ફિલ્મ માટે 1 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સોનમ બાજવા
સોનમ બાજવા માત્ર પોતાના અભિનયથી નહિ પરંતુ પોતાની સ્ટાઇલિશ સ્ટાઇલ અને સુંદરતા માટે પણ સમાચારમાં રહે છે. સોનમ બાજવાની ગણતરી પંજાબની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં થાય છે. અહેવાલો અનુસાર, સોનમ એક ફિલ્મ માટે 2-3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મુંબઈ શિફ્ટ થયા પછી અભિનેત્રીએ ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. બાદમાં તેણે એર હોસ્ટેસ તરીકે કામ કર્યું. સોનમે 2013માં અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારથી તે લોકોના દિલ પર રાજ કરી રહી છે.

સુરવીન ચાવલા
સુરવીન ચાવલાએ સૌપ્રથમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું, ત્યારબાદ તેણે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. અહેવાલો અનુસાર, સુરવીન એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ફી લે છે. તમે રાજીવ ખંડેલવાલ અને આમના શરીફ સ્ટારર સીરિયલ “કહીં તો હોગા” માં આ અભિનેત્રીને જોઈ હશે.

નીરુ બાજવા
રિપોર્ટ અનુસાર, નીરુ બાજવા એક પ્રોજેક્ટ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે નીરુ એક અભિનેત્રી હોવા ઉપરાંત એક નિર્માતા અને દિગ્દર્શક પણ છે. અભિનેત્રીએ દેવ આનંદની 1998ની ફિલ્મ “મૈં સોલાહ બરસ કી” માં કામ કર્યું હતું.

સિમરન કૌર મુંડી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમરન કૌર મુંડીની કુલ સંપત્તિ લગભગ 25 કરોડ રૂપિયા છે. વર્ષ 2011 માં, સિમરને ફિલ્મ જો હમ ચાહેં થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. માત્ર બે વર્ષ પછી સિમરને પંજાબી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. એક્ટ્રેસ એક પ્રોજેક્ટ માટે 40થી50 લાખ રૂપિયા લે છે.

Previous Article

હદ થઈ ગઇ ! રડતી રહી સગીર દીકરી પણ માએ કહ્યુ બધુ કરવું જ પડશે...મહિલા નેતાએ BF પાસે કરાવ્યો સગી દીકરીનો રેપ

Next Article

કરીના કપૂર ખાને બિકીની વાળી શેર કરી સેલ્ફીઝ, બધામાં જોવા મળ્યો અલગ અવતાર

error: Protected Content!
Exit mobile version