આજકાલ લોકો ફેમસ થવા માટે અથવા તો કઈ પણ વસ્તુને પામવા માટે કઈ પણ કરતાં હોય છે.જેના માટે તેઓ સોશિયલ મીડિયાનો પણ સહારો લે છે.લગ્ન કે જે દરેક છોકરીનું સ્વપ્ન હોય છે.છોકરીઓ વિચારતી પણ હોય છે.અને કહેતી પણ હોય છે પોતાને પતિ કેવો જોઈએ,પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોયા પછી,તમે પણ ચોંકી જશો.
એક વિડીયો કે જે ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.વાયરલ વીડિયોમાં તમે જોશો કે એક છોકરી કે જે ફક્ત ટી-શર્ટ પહેરીને હાથમાં એક કાર્ડબોર્ડ લઈ તેના વરને શોધતી જોવા મળી રહી છે જે વાંચીને ખબર પડે છે કે તેને એક અમીર પતિ જોઈએ છે.તેના હાથમાં રહેલા કાર્ડબોર્ડ પર લખ્યું છે, ‘Looking For Rich Husband’ એટલે કે ‘અમીર પતિની શોધમાં’.
પરંતુ લોકોને ફક્ત ટી-શર્ટ પહેરીને છોકરીનું આવું કરવું ગમ્યું નહીં અને કોમેન્ટ્સ કરીને તેને બેશરમ કહેવાનું શરૂ કર્યું.આ છોકરીનો આ વીડિયો, જેનું નામ અન્ના એવેરીના છ ઇન્સ્ટાગ્રામ પર અન્ના (@_mis_please_) એ પોતે આ વીડિયો શેર કર્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.
