વિદેશી મહિલાએ તાજમહેલ સામે લાલ લહેંગામાં શેર કર્યો વીડિઓ, પછી લખ્યું, Don’t Travel to India! જાણો કેમ?

વિદેશી મહિલાએ તાજમહેલ સામે લાલ લહેંગામાં શેર કર્યો વીડિઓ, પછી લખ્યું, ભારત ના આવતા ફરવા … જાણો કેમ?

ભારત ફરવા આવેલી એક વિદેશી મહિલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ભારતની મુલાકાત વિશે કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા અને પોસ્ટમાં લખ્યું, “ભારતની મુસાફરી ન કરો..”

દુનિયાભરમાંથી લોકો ભારતની મુલાકાત લેવા આવે છે. આજકાલ તે વિદેશી પ્રવાસ બ્લોગર્સનું પ્રિય સ્થળ બની ગયું છે. ઘણા વિદેશીઓ પણ ભારત આવે છે અને અહીંના વીડિયો બનાવી છે, અને ઘણા વાઇરલ પણ થઈ જતાં હોય છે.લોકોને વીડીઓ પણ ખૂબ પસંદ આવતા હોય છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં છોકરી દુનિયાના અજાયબીઓમાંના એક તાજમહેલની સામે ઊભી છે. તેની સ્ટાઇલ જોઈને લોકો તેના પર ઘણો પ્રેમ લૂંટાવી રહ્યા છે. તમારે આ રસપ્રદ વીડિઓ પણ જોવો જ જોઈએ, જેમાં એક વિદેશી મહિલા હળવા ધુમ્મસ વચ્ચે પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેરીને ફોટો માટે પોઝ આપતી અને ડાન્સ કરતી જોવા મળે છે. નવાઈની વાત એ છે કે તેણે તેની સાથે લખ્યું છે – ભારત ક્યારેય આવશો નહીં!


વાઇરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિદેશી મહિલા સુંદર લાલ લહેંગા પહેરેલી છે. તેની પાસે એક મેચિંગ દુપટ્ટો પણ છે અને તે તાજમહેલની સામે આ દુપટ્ટો સુંદર રીતે લહેરાવીને ફરે છે. તમે આ વીડિયો જોઈને એટલા આકર્ષિત થઈ જશો કે તમે તેને જોતા જ રહેશો.બીજા એક વીડિઓમાં છોકરી ગુલાબી લહેંગામાં ફરતી હોય છે,

તો બીજા એક વીડિયોમાં, તે બે જ રંગના લહેંગામાં તાજમહેલ પહોંચી છે. જોકે, આ સાથે તેણે એક કેપ્શન પણ લખ્યું છે. છોકરીએ લખ્યું છે- ભારત આવતા નહીં! જોકે, તેની આ કોમેન્ટ ભારતની ખૂબસૂરતીને લઈને એક પોઝિટિવ જેસ્ચર છે કારણ કે તે ભારતના પ્રેમમાં છે.


પણ જ્યારે તમે પોસ્ટનું કેપ્શન જોશો, ત્યારે તમને આખો મામલો સમજાશે.તેણીએ કેપ્શનમાં લખ્યું – “જ્યાં સુધી તમે જીવંત સંસ્કૃતિઓ, કાલાતીત પરંપરાઓ અને અવિસ્મરણીય અનુભવોની દુનિયા શોધવા માટે તૈયાર ન હોવ ત્યાં સુધી ભારતની મુલાકાત ન લો. મારા પ્રવાસ દરમિયાન મને આગ્રા, જયપુર અને દિલ્હીની મુલાકાત લેવાની તક મળી. મારે આગળ ક્યાં જવું જોઈએ? ટિપ્પણીઓમાં મને શહેરોના નામ લખો.” નોરિયાની આ પોસ્ટ પર ભારતીયોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે. લોકોએ ભારત પ્રત્યે આટલો પ્રેમ દર્શાવવા બદલ તેમનો આભાર માન્યો. કોમેન્ટ બોક્સમાં, લોકોએ તેમને બીજા ઘણા શહેરો અને અદ્ભુત સ્થળોના નામ પણ જણાવ્યા જ્યાં તેમણે ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ. આ સાથે, ઘણા અન્ય લોકોએ એમ પણ કહ્યું કે દરેક ભારતીય ખુલ્લા દિલે ભારત આવનારાઓનું સ્વાગત કરવા તૈયાર છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર naw.aria નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેને લાખો લોકોએ જોયું છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યું છે. લોકોએ આના પર ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે – આ એટલું સુંદર છે કે કોઈ પણ તેને આખો દિવસ જોઈ શકે છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું – ‘હા, ભારત ન આવો કારણ કે એકવાર તમે અહીં આવો છો, તો તે તમારા હૃદયમાં હંમેશા રહેશે’.

Previous Article

ઘોર કલયુગ: સાસુ-જમાઈ, ભાભી-દિયર બાદ હવે દાદી-પૌત્રની પ્રેમ લીલા, 4 બાળકોને છોડી 52 વર્ષે કર્યા ત્રીજા લગ્ન!

Next Article

550 દિવસની ગુપ્ત રણનીતિ... 40 લડાકુ વિમાન અને 4 એરબેસ તબાહ, કેવી રીતે યુક્રેને આપ્યું રશિયાને સૌથી મોટું નુકસાન

error: Protected Content!
Exit mobile version