પહેલા બિલ ગેટ્સને પીવડાવી ચા પછી ફરી આવ્યો માલદીવ્સ હવે લીધી કરોડોની ગાડી લેમ્બોર્ગિની? લોકોએ કહ્યું અમે પણ “ચા” ની લારી નાખી

ડોલી ચાયવાલાને આજે લગભગ દરેક લોકો જાણે છે. પોતાની રંગીન સ્ટાઈલમાં ચા વેચીને લોકપ્રિય બનેલ ડોલી ચાયવાલાએ થોડા સમય પહેલા જ ભારત આવેલા માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને ચા પીરસી હતી. તે બાદથી તો ડોલી વિશ્વભરમાં ફેમસ થઇ ગયો છે. અવાર નવાર ડોલી ચાયવાલાના વીડિયો વાયરલ થતા રહે છે, ત્યારે હવે ફરી એકવાર ડોલી ચાયવાલા તેના નવા વીડિયોને કારણે ચર્ચામાં છે.

આ વીડિયોમાં ડોલી ખૂબ જ મોંઘી કાર ચલાવતો જોવા મળે છે. આ કાર બીજી કોઇ નહિ પણ હજારો લોકોની ડ્રિમ કાર લેમ્બોર્ગિની હુરાકન (Lamborghini Huracan) છે. આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ dolly_ki_tapri_nagpur પર પોસ્ટ કરવામાં આવ્યો છે. પોસ્ટ શેર કરતા લખવામાં આવ્યુ છે- “લેમ્બોર્ગિની હુરાકન સાથે સૌથી શ્રેષ્ઠ રવિવાર.”

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર ડોલીની છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી કે ડોલીએ આ કાર ખરીદી છે કે નહિ. આ વીડિયોમાં ડોલી જે કાર ચલાવતો જોવા મળે છે તેની કિંમત કરોડોમાં છે. ભારતમાં લેમ્બોર્ગિની હુરાકનની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. આ એક સુપર સ્પોર્ટ્સ કાર છે જે ખૂબ જ પાવરફુલ એન્જિન અને લક્ઝરી ફીચર્સ સાથે આવે છે.

Previous Article

મેટ્રો વાળો વાયરસ પહોંચ્યો એરપોર્ટ ! એક મહિલાની અજીબો ગરીબ હરકત, કન્વેયર બેલ્ટ પર રીલ્સ શૂટ કરવા માટે ઊંઘી ગઇ

Next Article

MI ફેમીલી બની જામનગરની મહેમાન: ખેલાડીઓએ લીધી જેટ-સ્કીઇંગની મજા- જુઓ તસવીરો અને વીડિયો

error: Protected Content!
Exit mobile version