ડોલી ચા વાળો રડી પડ્યો: જયારે માં ને પૂછ્યો આવો પ્રશ્ન તો ઈમોશનલ થઇ ને રડી પડ્યો.. વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા સ્ટાર અને સ્ટાઇલિશ ડોલી ચાયવાલાની લોકપ્રિયતા કોઈ સેલિબ્રિટીથી કમ નથી. ડોલી ચાયવાલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. નાગપુરમાં સ્વેગ સાથે ચા વેચતા ‘ડોલી ચાયવાલા’એ જ્યારથી માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને ચા પીરસી ત્યારથી ઇન્ટરનેટ પર તે ખૂબ વાયરલ થઇ ગયો છે અને દેશ નહિ પરંતુ વિદેશમાં પણ ફેમસ થઇ ગયો છે.

ચા વેચવાની સ્ટાઈલ માટે પ્રખ્યાત ‘ડોલી ચાયવાલા’ રાતોરાત સ્ટાર બની ગયો. ત્યારે હાલમાં ડોલીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેની માતા અને તહેલકા ભાઇ સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તહેલકા ભાઇ ડોલીની માતા સાથે વાત કરતા જોવા મળે છે. તે કહે છે કે માં બહુ ખુશ છે કે તેમના દીકરાએ નામ રોશન કરી દીધુ, પૂરા નાગપુરનું નામ રોશન કરી દીધુ છે.

ક્યાંય પણ પૂરા નાગપુરમાં ઊભા રહી જાવ પૂછશો કે ડોલીભાઇનું ઘર ક્યાં તો બધા બતાવી દેશે. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકો ઇમોશનલ થઇ રહ્યા છે. જણાવી દઇએ કે, પ્રખ્યાત ડોલી ચાયવાલાનું સાચું નામ સુનીલ પાટીલ છે. ડોલી ચાયવાલા મહારાષ્ટ્રના નાગપુરનો છે.

જે છેલ્લા કેટલાક દાયકાઓથી ચા બનાવવા અને પીરસવા એક અનોખી પદ્ધતિનો ઉપયોગ કરે છે. બોલિવૂડ સેલેબ્સથી લઈને માઈક્રોસોફ્ટના કોફાઉન્ડર બિલ ગેટ્સ પણ ડોલીની હાથની પી ચૂક્યા છે. અનંત અંબાણીના લગ્ન માટે જ્યારે બિલ ગેટ્સ ભારત આવ્યા હતા ત્યારે તેમની ટીમે ડોલીને ખાસ હૈદરાબાદ બોલાવીને શૂટિંગ કર્યું હતું.

Previous Article

કડકડતી ઠંડીમાં બ્લેનકેટ લપેટેલી જોવા મળી દિશા પટની, સેલ્ફીમાં જોવા મળ્યો પ્રભાસનો આવો લુક...'કલ્કિ' ફિલ્મના સેટની તસવીરો આવી સામે

Next Article

SRH vs CSK: ભુવનેશ્વર કુમારનો ડાયરેક્ટ થ્રો સીધો જ લાગ્યો રવિન્દ્ર જાડેજાની પીઠ પર...પેટ કમિન્સે બતાવી દરિયાદિલી નહિ તો..

error: Protected Content!
Exit mobile version